Home /News /entertainment /

'ભાભીજી' શિલ્પા શિંદે કોંગ્રેસમાં જોડાઇ, રાહુલ ગાંધીને જોવા માગે છે PM

'ભાભીજી' શિલ્પા શિંદે કોંગ્રેસમાં જોડાઇ, રાહુલ ગાંધીને જોવા માગે છે PM

શિલ્પા શિંદે મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરુપમ અને ચરણ સિંહ સપરાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઇ

શિલ્પા શિંદે મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરુપમ અને ચરણ સિંહ સપરાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઇ છે

    ન્યૂઝ18 ગુજરાતી: ટીવીની લોકપ્રિય સીરિયલ 'ભાભીજી ઘર પર હૈં'માં અંગુરી ભાભીના પાત્ર દ્વારા જાણીતી બનેલી અભિનેત્રી શિલ્પા શિંદે ફરી એકવાર ચર્ચામાં છે. બિગ બોસ 11ની વિનર શિલ્પા શિંદે  કોંગ્રેસમાં જોડાઇ છે.

    શિલ્પા શિંદે મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરુપમ અને ચરણ સિંહ સપરાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઇ છે. કોંગ્રેસમાં જોડાયા બાદ શિલ્પાએ કહ્યું કે, પાર્ટીએ જે રીતે મારું સ્વાગત કર્યું છે તે મારા માટે ખુશીની વાત છે. હું ઇચ્છું છું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બને.

    શિલ્પાએ કહ્યું કે, તે જ્ઞાતિ-જાતિની રાજનીતિ નહીં કરે. ઉપરાંત કયાસ લગાડવામાં આવી રહ્યાં છે કે, શિલ્પા ઉત્તર મુંબઇમાંથી ચૂંટણી લડી શકે છે. જોકે, હજુ સુધી આ અંગે કોઇ પુષ્ટિ થઇ નથી.

    નાના પડદે કેટલીક સીરિયલોમાં કામ કરી ચૂકેલી શિલ્પા શિંદેને એન્ડ ટીવીની સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ' દ્વારા ઓળખ મળી હતી. જોકે, સીરિયલ અને ચેનલના પ્રોડ્યુસરની સાથે અણબનાવને લીધે શિલ્પાએ સીરિયલ છોડી હતી. લગભગ દોઢથી બે વર્ષનો સમય શિલ્પા શિંદેના જીવનમાં એવો રહ્યો, જ્યારે ટીવી ઇન્ડસ્ટ્રીએ મળીને તેનું બોયકોટ કરી કામ નહોતું આપ્યું.

    આ પણ વાંચો: બીજા લગ્ન કરશે રજનીકાંતની મોટી પુત્રી, જાણો કોણ હશે તેનો પતિ?

    આ ખરાબ સમય દરમિયાન કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસે શિલ્પાને સહારો આપ્યો અને સલમાન ખાને પણ તેને સપોર્ટ કર્યો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Congress party, Join, Shilpa Shinde

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन