'ભાભીજી ઘર પર હે' ફેમ આસિફ શેખને 300થી વધુ પાત્ર ભજવવા બદલ સમ્માનિત કરાયા

આસિફ શેખ (aasif sheikh)ને શોમાં અલગ અલગ પાત્ર ભજવવા માટે વિશેષ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા

લોકપ્રિય સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’ (bhabhiji ghar par hai) ફેમ આસિફ શેખ (aasif sheikh)ને શોમાં અલગ અલગ પાત્ર ભજવવા માટે વિશેષ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા

  • Share this:
લોકપ્રિય સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’ (bhabhiji ghar par hai) ફેમ આસિફ શેખ (aasif sheikh)ને શોમાં અલગ અલગ પાત્ર ભજવવા માટે વિશેષ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આસિફ ઉર્ફે વિભૂતિ નારાયણ મિશ્રાને કોમેડી ડ્રામા (Comady Drama)માં 300થી વધુ પાત્ર ભજવવા માટે લંડનનું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (London World Book of Records)નું સર્ટીફિકેટ મળ્યું છે.

આસિફ શેખે તેમના ફેન્સને આ ન્યૂઝ આપવા માટે સોશિયલ મીડિયા પર સર્ટીફિકેટ સાથે પોતાનો ફોટો શેર કર્યો છે.

IG પર આ પોસ્ટ શેર કરીને તેમણે કેપ્શનમાં લખ્યું કે, ‘આપના કારણે જ આ શક્ય બન્યું છે, આભાર. તેમણે ભાભીજી ઘર પર હૈ સીરિયલમાં 300થી વધુ અલગ અલગ પાત્ર ભજવ્યા છે.’

તેમના ફેન્સ અને તેમના મિત્રોએ આ અંગે તેમને શુભકામનાઓ પાઠવી છે. આ શોની પૂર્વ કો-લીડ સૌમ્યા ટંડને પણ તેમને કમેન્ટ સેક્શનમાં શુભકામનાઓ પાઠવી છે. તેમણે આ શોમાં તેમની પત્ની અનિતાની ભૂમિકા ભજવી હતી. સૌમ્યાએ કમેન્ટમાં જણાવ્યું કે, આ સમ્માનના તમે જ હકદાર છો. જેમાં તમારી મહેનત, પ્રેમ અને લગન જોવા મળે છે. તમારા પર ખૂબ જ ગર્વ છે.

ETimes ટીવી સાથેના ઈન્ટરવ્યૂમાં આસિફે જણાવ્યું કે, લંડનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં તેમનું નામ નોંધાયું તે માટે તેઓ ખૂબ જ ખુશ છે. આસિફે એક રેકોર્ડ બનાવ્યો હોવાથી તેઓ ખૂબ જ ખુશ છે.

આસિફે વધુ મહિતી આપતા જણાવ્યું કે, મેં ક્યારેય કોઈને જણાવ્યું નથી કે, મે આટલા પાત્ર ભજવ્યા છે. હવે લોકોને જાતે જ આ વાત અંગે જાણ થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું કે, એક અભિનેતા તરીકે ખૂબ જ સારુ ફીલ કરે છે. લોકોએ તેમના પર વિશ્વાસ દર્શાવ્યો છે અને કોઈને નિરાશ નહીં કરે.

આસિફે તેમનો અનુભવ પણ શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે, કબડ્ડી રમવાવાળો શોટ ખૂબ જ યાદગાર છે. કારણ કે, આ શોટમાં ખૂબ જ કોમેડી હતી અને તે શુટ કરવામાં ખૂબ જ મજા આવી હતી.

આ પણ વાંચો - Kader Khan Birthday : ...એક સમયે મસ્જિદ બહાર ભીખ માંગી પેટ ભરતા હતા, પછી બદલાઈ કિસ્મત

આસિફે જણાવ્યું કે, આ શોમાં લગભગ તમામ પ્રકારના પાત્ર ભજવ્યા છે. તેમના ટેલેન્ટનો સ્વિકાર કરીને વૈશ્વિક પ્રસિદ્ધિ આપવા માટે ખૂબ ખૂબ આભાર.
First published: