Home /News /entertainment /'ભાભીજી ધર પર હૈ' માં હવે નેહા પેન્ડસેની છુટ્ટી? નવી અનિતા ભાભી બનશે આ ફેમસ એક્ટ્રેસ
'ભાભીજી ધર પર હૈ' માં હવે નેહા પેન્ડસેની છુટ્ટી? નવી અનિતા ભાભી બનશે આ ફેમસ એક્ટ્રેસ
ભાભીજી ઘર પર હૈ
'ભાભીજી ઘર પર હૈ' (bhabhiji ghar par hai) સિરીયલનું ભાભીજીનું પાત્ર દર્શકોમાં ઘણું લોકપ્રિય છે. શૉ મેકર્સ તરફથી અધિકારીક રીતે ફ્લોરા (Flora Saini) ના નામની જાહેરાત કરવામાં આવી નથી. ફ્લોરા ટીવી સિરીયલની સાથે સાથે અનેક ફિલ્મોમાં અને વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે
ફેમસ અભિનેત્રી નેહા પેન્ડસે (neha pendse) એ હવે પ્રખ્યાત ફેમિલી કૉમેડી શો 'ભાભીજી ઘર પર હૈ' (bhabhiji ghar par hai) જોઈન કર્યો હતો. આ શૉ માં તે ગોરી મેમ અથવા અનિતા ભાભીનું પાત્ર ભજવી રહી છે. નેહાની પહેલા આ રોલ અભિનેત્રી સૌમ્યા ટંડને ભજવ્યો હતો.
'ભાભીજી ઘર પર હૈ' સિરીયલનું ભાભીજીનું પાત્ર દર્શકોમાં ઘણું લોકપ્રિય છે. ભાભીજીનું પાત્ર પહેલા શિલ્પા શિંદેએ ભજવ્યું હતું. શિલ્પા શિંદેએ શો છોડ્યો તેના પછી સૌમ્યા ટંડને આ શો જોઈન કર્યો હતો. સૌમ્યા ટંડને કોરોના મહામારી બાદ આ શો કરવાનો બંધ કરી દીધો હતો. સૌમ્યા બાદ આ પાત્ર માટે અભિનેત્રી નેહા પેન્ડસેને સાઈન કરાઈ હતી. નેહા પેન્ડસે 'મે, આઈ કમ ઈન મેડમ' શૉ થી ઘણી ફેમસ થઈ હતી. આ સિરીયલમાં તેણે એક હોટ મહિલા બૉસનું પાત્ર ભજવ્યું હતું.
જો કે હવે નેહા પેન્ડસે પણ આ શો છોડી રહી છે, તેવું જાણવા મળી રહ્યું છે. નેહા પેન્ડસે હવે આ શૉ ને અલવિદા કહેવા જઈ રહી છે, તેથી શૉ મેકર્સ હવે નવા અનિતા ભાભીની શોધ કરી રહ્યા છે. હવે જાણવા મળી રહ્યું છે કે, શૉ મેકર્સે નવા પાત્રની શોધ કરી લીધી છે. એ જાણકારી પ્રમાણે, હવે ફ્લોરા સૈની આ સિરીયલમાં અનિતા ભાભીનું પાત્ર ભજવતી જોવા મળશે.
ઈ-ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, અનિતા ભાભીના પાત્રમાં હવે ફ્લોરા સૈની અભિનય કરતી જોવા મળશે. જો કે દર્શકો સૈનીને કેટલી પસંદ કરશે તે તો સમય જ બતાવશે. મળતી માહિતી પ્રમાણે, સૌમ્યા ટંડનના શો છોડ્યા પછી જ ફ્લોરા સૈની (Flora Saini) ને આ શો ઑફર કરાયો હતો, પરંતુ ત્યારે તેણે ના પાડી હતી. ફ્લોરાના ના કહ્યા પછી નેહા પેન્ડસેને સાઈન કરવામાં આવી હતી.
જો કે શૉ મેકર્સ તરફથી અધિકારીક રીતે ફ્લોરા (Flora Saini) ના નામની જાહેરાત કરવામાં આવી નથી. ફ્લોરા ટીવી સિરીયલની સાથે સાથે અનેક ફિલ્મોમાં અને વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે. જેમાં દબંગ 2, સ્ત્રી અને બેગમ જાન જેવી ફિલ્મો સામેલ છે.
નેહા પેન્ડસેએ આ શૉ માટે એક વર્ષનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. હવે આ કોન્ટ્રાક્ટ પૂરો થતા નેહા આ શૉ માં જોવા મળશે નહીં. નેહા તરફથી એવું જાણવા મળી રહ્યું છે કે, બિઝી શિડ્યૂલના કારણે નેહાના હેલ્થ પર અસર પડી રહી હતી, તેથી તેણે શો છોડવાનું નક્કી કર્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર