ટીવીનો સુપરહિટ શો 'ભાભીજી ઘર પર હૈ (Bhabi Ji Ghar Par Hain)'માં અંગૂરી ભાભી (Angoori Bhabhi)ની ભૂમિકા નિભાવી રહેલી એક્ટ્રેસ શુભાંગી અત્રે (Subhangi Atre) ઈજાગ્રસ્ત થઈ હોવાના સમાચાર છે. અભિનેત્રીએ તાજેતરમાં પોતાના ઘરને બેડ ઉઠાવતા સમયે કમરના સ્નાયુઓ ખેંચાઈ જતાં ગંભીર દુખાવો થયો હતો. તેણે ડૉક્ટરે આરામ કરવાની સલાહ આપી છે. શોમાં પોતાની કોમેડી અને માસૂમિયતથી લોકોના દિલમાં જગ્યા બનાવનારી શુભાંગી આ દુખાવાથી લાંબા સમયથી સામનો કરી રહી છે.
અંગૂરી ભાભીની ભૂમિકામાં પ્રખ્યાત શુભાંગી અત્રે, પોતાના ઘરે હાઈડ્રોલિક બેડ ઉઠાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તેણી કમરના સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા. તેને અસહ્ય દુખાવો થતા તે ડૉક્ટરની પાસે ગઈ હતી. શુભાંગીએ મીડિયાને જણાવ્યું કે, મને 2010માં એક ગંભીર ઈજા થઈ હતી અને હજી પણ તે ઈજા મને પરેશાન કરે છે. જ્યારે હું ભૂલથી કોઈ ભારે વસ્તુ ઉઠાવું છું તો મારા સ્નાયુઓ જકડાઈ જાય છે અને કમરમાં દુખાવો વધી જાય છે.
આ સમસ્યાના કારણે તેણે ઘરે બેડ ઉઠાવતા સમયે કમરમાં દુખાવો શરૂ થઈ ગયો. જો કે, અભિનેત્રી ભાભીજી ઘર પર હૈના સેટ પર પરત આવી અને કામ શરૂ કરી દીધું છે. અંગૂરી ભાભીનું કહેવું છે કે, મને શૂટિંગ પસંદ છે અને હું ઘરે વધારે સમય સુધી નથી રહી શકતી. તેથી મેં મારા નિર્માતા, બિનેફેર કોહલી અને પ્રોડક્શન ટીમની સાથે મારી સ્થિતિની ચર્ચા કરી. મારી સ્થિતિને ધ્યાનમાં રાખતા શૂટિંગનું શિડ્યુઅલ બનાવી રહી છું. હું એક ખુરશી પર બેસી મારા તમામ દૃશ્યોનું શૂટિંગ કરી રહી છું.
તેમજ શોના સેટ પર જ ગ્રાઉન્ડ ફ્લોર પર એક અસ્થાયી બેડરૂમ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, કેમ કે અભિનેત્રી ફર્સ્ટ ફ્લોર પર સીઢી નથી ચઢી શકતી. શુભાંગીએ જણાવ્યું કે, સેટ પર ટીમ શૂટિંગ દરમિયાન તેના આરામનું સારી રીતે ધ્યાન રાખી રહી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર