Home /News /entertainment /

હવે આ નવું કોણ નાગિનના રોલમાં આવી રહ્યું છે?

હવે આ નવું કોણ નાગિનના રોલમાં આવી રહ્યું છે?

નાગિન બનશે અંગૂરી ભાભી

આગળાના એપિસોડમાં અંગૂરી ભાભી એટલે કે શુભાંગી નાગિન બની નજર આવશે.

    એક ટીવી લોકપ્રિય કોમેડી શો "ભાભીજી ઘર પર હૈ" માં અંગૂરી ભાભીનો રોલ નિભાવીને દર્શકોને દિલમાં અલગ ઓળખાણ મેળવનાર એક્ટ્રેસ શૂભાંગી શો માં જબરદસ્ત અને શાનદાર ડાયલોગથી લોકપ્રિય છે. હવે શો માં આવનાર એપિસોડમાં શુભાંગી એક એવા રોલમાં નજર આવશે જે તમે અત્યાર સુધી નહીં જોયા હોય. આગળના એપિસોડમાં અંગૂરી ભાભી એટલે કે શુભાંગી નાગિન બની નજર આવશે.

    અહેવાલ મુજબ,આગામી એપિસોડમાં વિભૂતિ, અંગૂરી અને તિવારી પિકનિક માટે જશે, ત્યા અનેક વિચિત્ર ઘટનાઓ થશે. દર્શકોને કોમેડી સાથે તેમા રોમાંન્સ પણ થશે. ખાસ રસપ્રદ એ છે કે દર્શકોને ભાભીજી નાગિનના સ્વરૂપમાં જોવા મળશે. આ વિશે પૂછવામાં શુભાંગીએ કહ્યું કે તે પહેલીવાર ટીવી પર નાગિનનો રોલ નિભાવી રહી છે. આ માટે તે ખૂબ ઉત્સાહિત છે. ફેન્સ પણ તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે કોમેડી શોમાં, કોમેડી અને ડરપોકનો પ્રવાહ જોવા મળશે.

    આ પણ વાંચો: 'ભાભીજી ઘર પર હૈ',ની 'ગોરી મેમ' બની માતા, દીકરાને આપ્યો જન્મ

    તાજેતરમાં શો મા 1000 એપિસોડ્સ પૂર્ણ થયા. આસિફ શેખ, રોહિતાંગ ગૌડ શુભાંગી અત્રે અને સૌમ્યા ટંડન જેવા લોકપ્રિય કલાકારોના ઉત્કૃષ્ટ અભિનય માટે શો એ દર્શકોના દિલમાં અલગ ઓળખાણ બનાવી છે. 1000 એપિસોડ્સ પૂર્ણ કર્યા પછી, શુભાંગી આસિફ શેખ દ્વારા નિભાવવામાં આવેલ ભૂમિકામાં નજર આવી હતી.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ENT, Naagin, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन