IPL સટ્ટામાં અભિનેતા અરબાઝ ખાન સામેલ? થાણે ક્રાઈમ બ્રાંચે મોકલ્યું સમન્સ

  • Share this:
    સટ્ટાબાજીના એક મામલામાં ઠાણે પોલિસે અભિનેતા અરબાઝ ખાનને એક સમન્સ મોકલ્યું છે. પોલીસને શક છે કે, અરબાઝ ખાન સહિત કેટલીક બોલિવુડ સેલિબ્રિટી આઈપીએલ ક્રિકેટ સટ્ટામાં શામેલ છે. ઠાણે એન્ટી એક્સટોર્શન સેલે અરબાઝ ખાનને શનીવાર સુધીમાં હાજર થવા અને પોતાનું નિવેદન નોંધાવવા માટે સમન્સ મોકલ્યું છે.

    પોલીસને શક છે કે, આઈપીએલમાં અરબાઝ ખાને સોનુ જાલાનના સટ્ટામાં મોટી માત્રામાં પૈસા લગાવ્યા હતા. આ સમન્સમાં અરબાઝ ખાનને તપાસમાં શામેલ થવા જણાવ્યું છે.

    થોડા દિવસ પહેલા જ ઠાણેના એન્ટી એક્સટોર્શન સેલે આઈપીએલ મેચ દરમ્યાન બેટિંગના મામલામાં ત્રણ સટોડિયાઓને ઝડપ્યા હતા. આ સટોડિયાઓની પુછતાછમાં સટ્ટા બજારના નામચીન બુકી સોનુ જાલાનનું નામ સામે આવ્યું હતું.

    ત્યારબાદ સોનુ જોલાનની ધરપકડ કરી જ્યારે પુછતાછ કરવામાં આવી તો, તેણે જણાવ્યું કે, બોલિવુડની કેટલીએ સેલિબ્રિટી બેટિંગમાં અલગ-અલગ નામથી પૈસા લગાવે છે. ત્યારબાદ અરબાઝ ખાનનું નામ પણ સામે આવ્યું છે. હવે આ મામલે ઠાણે ક્રાઈમ બ્રાંચે અરબાઝ ખાનને પુછતાછ માટે સમન્સ મોકલ્યું છે.

    સોશિયલ મીડિયા પર સટ્ટાબાઝ સોનુ જલાનની સાથે અરબાઝ ખાનની કેટલીક તસવીરો પણ શેર કરવામાં આવી રહી છે. એવામાં પોલીસને શક છે કે, આઈપીએલની સટ્ટાબાજીમાં અરબાઝ ખાન સહિત કેટલાએ ફિલ્મ સ્ટાર્સે સોનુ જલાન દ્વારા બેટિંગ કરી છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, 42 વર્ષેનો સટોડિયો સોનુ જાલાન દાઉદ ઈબ્રાહિમ ગેંગનો નજીકનો છે. તે પાકિસ્તાન અને સાઉદી અરબમાં રહીને ક્રિકેટમાં સટ્ટાબાજી કરે છે. પોલીસે તેને કલ્યાણ કોર્ટથી ત્યારે ઝડપ્યો, જ્યારે તે આજ કેસમાં એક આરોપીને મળવા આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડી-કંપની માટે કામ કરનાર સોનુએ મલાડમાં બે ક્રિકેટ મેચ ફિક્સ કર્યા હતા.
    Published by:kiran mehta
    First published: