ક્રિકેટનો સૌથી મોટો મુકાબલો એટલે કે, વર્લ્ડ કપ 2019માં આ વખતે ઈંગ્લેન્ડે બાજી મારી અને વિશ્વ વિજેતા બનીને ઈતિહાસ પણ રચ્યો છે. એવામાં જ્યાં ટીમને દુનિયાભરમાંથી શુભકામના મળી રહી છે, તો બીજી બાજુ એવી ગિફ્ટ પણ મળી છે જે જાણી તમે આશ્ચર્ય થઈ જશો.
ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને વિશ્વ વિજેતા જાહેર કર્યા બાદ બ્રિટનની એક મોડલે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. બ્રિટનની પોપ્યુલર વેબકેમ મોડલ બેથની લિલી અપૈલે (Bethany Lily April) ટ્વીટર પર ઈંગ્લેન્ડને જીતની શુભકામના આપતા પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.
સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી મોડલ હંમેશા પોતાની ન્યૂડ તસવીરો અને વીડિયો શેર કરવાના કારણે ઘણી ચર્ચામાં રહે છે. એવામાં જ્યારે તેણે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ માટે પણ એક આવી જ તસવીર શેર કરી તો સોશિયલ મીડિયા પર રહેલા લોકોએ તેને બ્રિટનની પૂનમ પાંડે જાહેર કરી દીધી.
ઉલ્લેખનીય છે કે, પૂનમ પાંડેએ પણ વર્લ્ડમાં થયેલી કેટલીએ મેચમાં ઈન્ડીયાની જીત પર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ન્યૂડ તસવીરો શેર કરી છે. જોકે, સોશિયલ મીડિયા બેથની દ્વારા તસવીરો શેર કરવાને સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેનું પગલું બતાવી રહ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર