Home /News /entertainment /Pathan Film: આમાં કંઇ નવુ નથી! વાંધા જ કાઢવા હોય તો ગમે તેમાં કાઢી શકાય, પઠાણના બેશરમ રંગના સપોર્ટમાં આવ્યા બૉલીવુડ અભિનેતા
Pathan Film: આમાં કંઇ નવુ નથી! વાંધા જ કાઢવા હોય તો ગમે તેમાં કાઢી શકાય, પઠાણના બેશરમ રંગના સપોર્ટમાં આવ્યા બૉલીવુડ અભિનેતા
besharam rang pathaan
PATHAN CONTROVERSY: શાહરુખ ખાનની પઠાણ ફિલ્મનું પહેલુ ગીત ‘બેશરમ’ રિલીઝ થયું તે સમયે આ ફિલ્મ વિવાદોમાં સપડાઈ ગઈ હતી. અનેક લોકોએ દીપિકા પાદુકોણના ભગવા પહેરવેશ અને બિકીની પર વાંધો ઉઠાવ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી શાહરૂખ ખાન (Shah Rukh Khan's Pathaan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) ની ફિલ્મ પઠાણ અંગે વિવાદ ચાલી રહ્યો છે. બોલીવુડ અભિનેતા અભય દેઓલે (Abhay Deol) એક ઈન્ટરવ્યૂમાં આ બાબતે નિવેદન આપ્યું છે. અભય દેઓલનું કહેવું છે કે, આ પ્રકારે વિવાદ ઊભો થવો તે કોઈ નવી વાત નથી. અગાઉ પણ અનેક વાર વિવાદ છેડાઈ ચૂક્યો છે.
સિદ્ધાર્થ આનંદે (Siddharth Anand) ફિલ્મ ‘પઠાણ’નું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું પહેલુ ગીત ‘બેશરમ’ રિલીઝ થયું તે સમયે આ ફિલ્મ વિવાદોમાં સપડાઈ ગઈ હતી. અનેક લોકોએ દીપિકા પાદુકોણના ભગવા પહેરવેશ અને બિકીની પર વાંધો ઉઠાવ્યો હતો. અનેક રાજનેતાઓએ આરોપ લગાવ્યો છે કે, આ ફિલ્મે તેમની ધાર્મિક લાગણીઓને દુભાવી છે.
આ કોઈ નવી વાત નથી..
10 જાન્યુઆરીના રોજ ફિલ્મ પઠાનનું ટ્રેલર રિલીઝ થયું તે પહેલા અભય દેઓલને આ વિવાદ અંગે પૂછવામાં આવ્યું હતું. અભય દેઓલ ઈન્ડિયા ટુડેને જણાવે છે કે, આ કોઈ નવી વાત નથી. આજના સમયમાં આ પ્રકારની ઘટના સામાન્ય વાત છે. જો તમે કોઈ બાબતને મુદ્દો બનાવવા માગો તો તમે સરળતાથી તે વાતને મુદ્દો બનાવી શકો છો. અનેક લોકોએ અગાઉ પણ વિવાદ શરૂ કર્યો છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના વિવાદ થતા રહેશે.
અભય દેઓલ આ અંગે વધુમાં જણાવે છે કે, ‘આપણે પોલારાઈઝ્ડ દુનિયામાં રહીએ છીએ. સોશિયલ મીડિયા પર આ પ્રકારની બાબત ઝડપથી ફેલાઈ રહી છે. અનેક સ્તરે ખોટી માહિતી પણ ફેલાઈ રહી છે. કોઈપણ બાબતને હાઈલાઈટ કરવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ખૂબ જ રસપ્રદ બાબત છે. પ્રતિબંધ લગાવવાથી આ પ્રકારની બાબતો બંધ થઈ જાય તે જરૂરી નથી, પરંતુ તે બાબત દબાવી દેવામાં આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ પઠાણમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની સાથે જ્હોન અબ્રાહમ (John Abraham) પણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.
તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બજરંગ દળના કાર્યકરો મોલમાં ફિલ્મ પઠાનના પોસ્ટર ફાડતા જોવા મળે છે. આ વિડીયો અમદાવાદનો છે. આ વિડીયો શેર કરીને લખવામાં આવ્યું હતું કે, કર્ણાવતીમાં બજરંગ દળે ફિલ્મ ‘પઠાણ’ ના પોસ્ટર નષ્ટ કરી દીધા છે. સનાતન ધર્મ વિરોધી શાહરૂખ ખાન અને ટુકડે ગેંગ દીપિકા પાદુકોણની ફિલ્મ ચાલવા નહીં દઈએ. જેમાં ચેતવણી આપવામાં આવી છે કે, મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે, બજરંગ દળ ચૂપ નહીં રહે.
" isDesktop="true" id="1315158" >
અભય દેઓલ વેબ સીરિઝ ‘ટ્રાયલ બાય ફાયર’ (Trial By Fire) માં જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. રાજશ્રી દેશપાંડે (Rajshri Deshpande) દ્વારા અભિનીત આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે, જે 13 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર