Home /News /entertainment /

કેકે પર બંગાળી ગાયકની વિવાદાસ્પદ ટિપ્પણી, કહ્યું- 'અમે તેમના કરતાં વધુ સારા ગીતો ગાઈ શકીએ છીએ...', થયો ટ્રોલ

કેકે પર બંગાળી ગાયકની વિવાદાસ્પદ ટિપ્પણી, કહ્યું- 'અમે તેમના કરતાં વધુ સારા ગીતો ગાઈ શકીએ છીએ...', થયો ટ્રોલ

કેકે પર બંગાળી ગાયકની વિવાદાસ્પદ ટિપ્પણી, કહ્યું- 'અમે તેમના કરતા સારા ગીતો ગાઈ શકીએ છીએ...'

KK Death: પ્રખ્યાત ગાયક કૃષ્ણ કુમાર કુન્નાથ (Singer Krishnakumar Kunnath)ના નિધન બાદ હવે બંગાળી ગાયક રૂપંકર બાગચી (Rupankar Bagchi) તેમના પર વિવાદાસ્પદ ટિપ્પણી કરીને ચર્ચામાં આવી ગયા છે.

    પ્રખ્યાત ગાયક કેકે એટલે કે કૃષ્ણ કુમાર કુન્નાથ (Singer Krishnakumar Kunnath)ના નિધન બાદ મનોરંજન જગતમાં શોકનો માહોલ છે. તેમના મૃત્યુના સમાચારે સૌને હચમચાવી દીધા હતા. કોલકાતામાં એક કોન્સર્ટ દરમિયાન સિંગરની તબિયત અચાનક બગડી હતી અને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું. કેકેએ ઈન્ડસ્ટ્રીમાં એકથી વધુ હિટ ગીતો આપ્યા છે. 1991માં તેમણે પલ આલ્બમથી એન્ટ્રી કરી. તેને 1999માં 'તડપ તડપ' ગીતથી ઓળખ મળી હતી. તેઓ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ ગાયકોમાંથી એક છે. પરંતુ બંગાળી ગાયક રૂપંકર બાગચી (Rupankar Bagchi)નો તેમના વિશે અલગ મત છે, જેના કારણે તે હવે ટ્રોલર્સના નિશાના પર આવી ગયો છે.

    રૂપંકર બાગચીએ કેકે વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
    કેકેએ 31 મેના રોજ દુનિયાને અલવિદા કહ્યું. કોલકાતામાં લાઈવ કોન્સર્ટ બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા. કેકેના લાઇવ કોન્સર્ટ અને મૃત્યુના થોડા કલાકો પહેલાં, બંગાળી ગાયક રૂપંકર બાગચીએ ફેસબુક પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. જ્યાં તે KK વિશે વાત કરતા જોવા મળ્યા હતાં. આ દરમિયાન તેમણે દિવંગત સિંગર વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

    બાગચીએ કહ્યું, 'તેમના ગીતો સાંભળ્યા પછી, મને સમજાયું કે આપણે બધા કેકે કરતાં વધુ સારા ગીતો ગાઈ શકીએ છીએ. પ્રચાર શું છે? આ KK… KK… KK KK કોણ છે? અમે બીજા કરતાં સારા છીએ.' જો ગાયકના શબ્દોનો બંગાળીમાંથી અનુવાદ કરવામાં આવે, તો તે આના જેવું થશે, 'મેં કેટલાક ગાયકોને માર્ગદર્શન આપ્યું છે, જેઓ કેકે કરતાં વધુ સારા છે. મુંબઈના લોકોમાં આટલો ઉત્સાહ કેમ છે? દક્ષિણ ભારત, પંજાબ, ઓડિશા અને બંગાળ પણ જુઓ.

    આ પણ વાંચો: કેકેના અંતિમ સંસ્કાર મુંબઈમાં થશે, મોડી રાત્રે પરિવાર મૃતદેહ લઈને ઘરે પહોંચશે

    મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યોઃ બાગચી
    રૂપંકર બાગચી આ દિવસોમાં બંગાળી રિયાલિટી શો 'ઈસ્માર્ટ જોડી'નો ભાગ છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કેકે વિશે ટિપ્પણી કર્યા પછી અને ટીકાનો સામનો કર્યા પછી, બાગચીએ કહ્યું કે તેમના નિવેદનોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: કેના માથામાં હતા ઇજાના નિશાન, કોલકાતા પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસ

    કેકેના મૃત્યુ અંગે રૂપંકર કહે છે કે 'હું ભુવનેશ્વરમાં હતો અને મારી ફ્લાઇટ લેન્ડ થયા પછી કેકે વિશેના સમાચાર જોયા. તે ખરેખર આઘાતજનક સમાચાર હતા અને ખરેખર દુર્ભાગ્યપૂર્ણ હતા.' આ દરમિયાન ગાયકએ એમ પણ કહ્યું હતું કે તેમની વિરુદ્ધ મારા નિવેદનોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Bollywood Star, Entertainemt News, મનોરંજન

    આગામી સમાચાર