Home /News /entertainment /

Manjusha Neogi Death: વધુ એક બંગાળી એક્ટ્રેસે કર્યું સ્યુસાઇડ, બે અઠવાડિયામાં ત્રીજી આત્મહત્યા

Manjusha Neogi Death: વધુ એક બંગાળી એક્ટ્રેસે કર્યું સ્યુસાઇડ, બે અઠવાડિયામાં ત્રીજી આત્મહત્યા

બે અઠવાડિયા 3 બંગાળી એક્ટ્રેસે કરી આત્મહત્યા

Manjusha Neogi Death: એક અઠવાડિયાની અંદર ત્રણ મોડલ્સે આત્મહત્યા કી હોવાનાં સમાચાર આવ્યાં છે. જેનાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી હચમચી ગઇ છે. મંજૂષા નિયોગી નામની આ મોડલની આત્મહત્યાની ખબર સામે આવતા જ હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે.

  Actress Manjusha Neogi Found Dead: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. પશ્ચિમ બંગાળમાં કોલકત્તાનાં પતુલી વિસ્તારની એક મોડલની લાશ તેનાં ઘરેથી મળી આવી છે. પોલીસ મુજબ, મૃતકની ઓળખ મંજૂષા નિયોગી (Manjusha Neogi) તરીકે થઇ છે. ગત ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે. બે દિવસ પહેલાં બિદિશા ડે મજૂમદાર (Bidisha De Majumdar)નું નિધન થયુ હોવાનાંસમાચાર હતાં અને હવે આ મોડલની આત્મ હત્યાની ખબર. કંઇક અલગ જ સંકેત આપી રહ્યાં છે.

  ત્રણ દિવસમાં બે મોડલે કરી આત્મહત્યા
   આપને જણાવી દઇએ કે, મંજૂષા નિયોગી અને બિદિશા ડે મજમૂદાર સારી મિત્રો હતી. મંજૂષાની માતાએ દાવો કર્યો છે કે, તેમની દીકરી તેની મિત્ર બિદિશા ડે મજમૂદારનાં મોતનાં સમાચારથી ડિપ્રેશનમાં આવી ગઇ હતી. બિદિા બ્રાઇડલ મેકઅપ ફોટોશૂટ માટે જાણીતો ચહેરો હતો. તેણે બુધવારે સાંજે તેનાં ભાડાંનાં ઘરમાં પંખે લટકી આત્મહત્યા કરી લીધી હતી.

  મિત્ર બિદિશાનાં મોતથી ડિપ્રેશનમાં આવી ગઇ હતી મંજૂષા
  પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર મંજૂષા નિયોગીનાં મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું છે. શવને ફોરેન્સિક તપાસ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યું છે. નિયોગીની માતાએ કહ્યું કે, 'મારી દીકીર તેની મિત્ર બિદિશાનાં મોત બાદ ખુબજ ઉદાસ હતી અને સતત તે તેનાં વિશે જ વાત કરી રહી હતી.'

  પલ્લવી ડેએ પણ કરી હતી આત્મહત્યા
  લોકપ્રિય ટીવી એક્ટ્રેસ પલ્લવી ડે (Pallabi De) એ એક અઠવાડિયા પહેલાં કોલકાત્તાનાં ગરિયા વિસ્તારમાં તેનાં ભાડાંનાં ઘરમાં મૃત મળી આવી હતી. જેમાં પોલીસે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી હતી. ગત એક અઠવાડિયામાં ત્રણ મોડલ એક્ટ્રેસે આત્મહત્યાની ખબર ઇન્ડસ્ટ્રીમાં ચિંતાનો વિષય બની ગયો છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Bangali Actress, Bangali Model, Kolkata, Manjusha NIyogi

  આગામી સમાચાર