Bell Bottom Box Office Collection Day 1: અક્ષયની 'બેલ બોટમે' પહેલા જ દિવસે કરી આટલી કમાણી

તસવીર: akshaykumarfp3/Instagram

'બેલ બોટમ' (Bell Bottom)માં અક્ષય કુમાર (Akshay Kumar) ઉપરાંત વાણી કપૂર (Vaani Kapoor), લારા દત્તા (Lara Dutta), હુમા કુરેશી (Huma Qureshi) અને આદિલ હુસૈન (Adil Hussain)નો અભિનય પણ શાનદાર છે.

  • Share this:
મુંબઈ: કોરોના વાયરસના કારણે દેશના અનેક શહેરોમાં સિનેમા હોલ લાંબા સમયથી બંધ છે. મોટા સ્ટાર્સ તેમની ફિલ્મો માટે OTT તરફ વળ્યા છે. પરંતુ અક્ષય કુમાર (Akshay Kumar) બોલિવૂડનો પહેલો સ્ટાર છે, જેણે કોરોનાકાળમાં પોતાની ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ કરી છે. દેશમાં હજુ પણ ઘણી જગ્યાએ થિયેટરો બંધ છે, ત્યારે અક્ષય અને ફિલ્મ નિર્માતાઓએ મોટો દાવ રમ્યો છે. જેની સાથે અક્ષય કુમારે તેની ફિલ્મ 'બેલ બોટમ' (Bell Bottom)ની રિલીઝ સાથે ટિકિટ બારીની ધમાલ ફરી શરૂ કરી દીધી છે.

'બેલ બોટમ' (Bell Bottom)માં અક્ષય કુમાર (Akshay Kumar) ઉપરાંત વાણી કપૂર (Vaani Kapoor), લારા દત્તા (Lara Dutta), હુમા કુરેશી (Huma Qureshi) અને આદિલ હુસૈન (Adil Hussain)નો અભિનય પણ શાનદાર છે. ફિલ્મ રિલીઝ થતાં જ ટ્રેડ એનાલિસ્ટ ફિલ્મની ઓપનિંગ કલેક્શન અંગે ક્યાસ લગાવી રહ્યા હતા કે, ઓપનિંગ ડે કલેક્શન 5 કરોડ રૂપિયા રહેશે. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારની છેલ્લી ફિલ્મ 'ગુડ ન્યૂઝે' પહેલા દિવસે 17.56 કરોડની કમાણી કરી હતી. ત્યારે બોક્સ ઓફિસ ઇન્ડિયા અનુસાર, અક્ષય કુમાર અને વાણી કપૂરની ફિલ્મે પ્રથમ દિવસે 50 ટકા બિઝનેસ સાથે 3 કરોડની કમાણી કરી છે.

આ પણ વાંચો: અક્ષય કુમારને મોટો ઝાટકો, રિલીઝનાં કલાકોમાં જ HDમાં લીક થઇ ગઇ 'બેલ બોટમ'

મહત્ત્વનું છે કે, અક્ષય કુમારની છેલ્લી ફિલ્મની પહેલા દિવસની કમાણી મુજબ આ નંબર ઘણો ઓછો છે, પરંતુ 50 ટકા ઓક્યુપન્સી રૂલ અને લિમિટેડ રિલીઝને કારણે આવું થયું છે. સમગ્ર ભારતમાં હજી સિનેમા ઘરો નથી ખૂલ્યાં અને લોકો 50 ટકા એક્યુપન્સીના નિયમમાં બંધાયેલા છે. જોકે, વિકેન્ડ દરમિયાન બિઝનેસમાં તેજી આવવાની ધારણા છે. જોકે, કોરોનાકાળમાં રૂ. 3 કરોડ એ સામાન્ય સમયના લગભગ 10 કરોડ રૂપિયા બરાબર છે.

ઘણા ફેન્સ મોટા પડદા પર આ ફિલ્મ ન જોઈ શકતા નિરાશ થયા છે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં હજી પણ સિનેમા હોલ બંધ છે અને મોટાભાગના અન્ય રાજ્યોમાં સરકાર દ્વારા કોવિડ સુરક્ષાના પગલાને કારણે માત્ર 50 ટકા સીટની મંજૂરી આપવામાં આવી છે. અક્ષય કુમારની બેલ બોટમ પર દર્શકોની પ્રતિક્રિયા સારી રહી છે. લોકો સોશ્યલ મીડિયા પર આ ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: Kangana Ranautએ અક્ષય કુમારની ફિલ્મ Bell Bottomને ગણાવી બ્લોકબસ્ટર, કર્યા આવા વખાણ

બેલબોટમ ફિલ્મની વાર્તા અંગે વાત કરીએ તો, આ ફિલ્મ હાઇજેકિંગ પર આધારિત છે, જેમાં કેટલાક આતંકવાદીઓ એક ફ્લાઇટને હાઇજેક કરે છે અને તેને અમૃતસરમાં ઉતારવામાં આવે છે. ત્યારબાદ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી (લારા દત્તા)ને આ અંગે ખબર પડે છે અને એક મિશન શરૂ થાય છે. અક્ષય તેની ટીમ સાથે તે મુસાફરોને બચાવવા અને આતંકવાદીઓને પકડવા જાય છે.
Published by:Vinod Zankhaliya
First published: