બેલ બોટમ બાદ અક્ષય કુમાર જેકી ભગનાની સાથે કરશે વધુ એક ફિલ્મ, નવી ફિલ્મ માટે મિલાવ્યા હાથ

PHOTO- જેકી ભગનાની Twitter

અક્ષય કુમાર વધુ એક વખત જેકી ભગનાની (Jackky Bhagnani) સાથે કામ કરશે. પૂજા એન્ટરટેનમેન્ટ દ્વારા ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી છે.

  • Share this:
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) એકથી એક ચડિયાતી ફિલ્મો કરી રહ્યા છે. અત્યારે તેઓ આગામી ફિલ્મ 'બેલ બોટમ' (Bell Bottom)ની રિલીઝની તૈયારી કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન ફિલ્મના નિર્માતાઓએ અક્ષય કુમાર સાથે નવી ફિલ્મની જાહેરાત પણ કરી દીધી છે.

આ પણ વાંચો-Pornography Case: ગહના વશિષ્ઠની આગોતરા જામીન અરજી સેશન કોર્ટે રદ કરી

અક્ષય કુમાર વધુ એક વખત જેકી ભગનાની (Jackky Bhagnani) સાથે કામ કરશે. પૂજા એન્ટરટેનમેન્ટ દ્વારા ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી છે. ત્યારે જેકી ભગનાનીએ આ ટ્વીટને રીટ્વીટ કરીને અક્ષય કુમાર સાથે બીજી વખત કામ કરવાનો આનંદ વ્યક્ત કર્યો છે.પૂજા એન્ટરટેનમેન્ટે તેના ટ્વિટર હેન્ડલ પરથી તસવીર શેર કરી છે. જેમાં અક્ષય ફ્લાઇટમાં તરફ આગળ વધતી વખતે પાછળ વળીને જેકી ભગનાની સાથે હાથ મિલાવતો જોવા મળે છે. ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, અક્ષય કુમાર અને પૂજા એન્ટરટેનમેન્ટે બેલ બોટમ પછી ફરી એકવાર આગામી પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા છે.

આ પણ વાંચો- Taarak Mehta: જાણો તમારા પસંદિદા 'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશીની વાર્ષિક કમાણી

પૂજા એન્ટરટેનમેન્ટની ટ્વિટને જેકી ભગનાનીએ રિટ્વિટ કરી છે. તેમાં લખ્યું છે કે, આ નવી જર્ની માટે ખૂબ જ ઉત્સાહિત છું. અમારા પર વિશ્વાસ મુકવા અને સપોર્ટ કરવા બદલ અક્ષય કુમાર સરનો ખૂબ ખૂબ આભાર.

અહેવાલો મુજબ જેકી ભગનાની સાથે ફિલ્મ બેલ બોટમનો અનુભવ અક્ષય કુમારમને એટલો ગમ્યો છે કે, તેણે બેલ બોટમના નિર્માતાઓ સાથે બીજી ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મ મોટા બજેટની એક્શન ફિલ્મ હશે અને ટૂંક સમયમાં ફ્લોર પર જશે.

આ પણ વાંચો- SHERLYN CHOPRA : બોલ્ડ અદાઓથી સોશિયલ મીડિયાનો પારો, જુઓ PHOTOS

ઉલ્લેખનીય છે કે, બેલ બોટમ જાસૂસી થ્રિલર ફિલ્મ છે. જેમાં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં વાણી કપૂર તેની પ્રેમિકા બની છે. જ્યારે લારા દત્તાએ પ્રધાનમંત્રી સ્વ. ઈન્દીરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 19મી ઓગસ્ટમાં રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો- BHUJ: સ્ક્રિનિંગમાં અજય દેવગણની દીકરીએ લૂંટી મહેફિલ, પરિવારને જોઇ ડાન્સ કરવાં લાગી ન્યાસા

તાજેતરમાં ઇન્ટરવ્યૂ દરમિયાન અક્ષય કુમારે ફિલ્મ રિલીઝ થવા, મહામારી વચ્ચે શૂટિંગ કરવા અન અને ઘણી ફિલ્મો કરતા રહેવાની પ્રેરણા અંગે દિલ ખોલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, બે વર્ષથી આપણે સિનેમાઘરોમાં કઈ નવું જોયું નથી. પણ હવે લોકો ફિલ્મો જોવા આવે તે જરૂરી છે. આ સાથે સરકારના નિયમોનું પાલન કરવામાં આવે તેવો મત પણ અક્ષયે વ્યક્ત કર્યો હતો.
Published by:Margi Pandya
First published: