સપના ચૌધરીનાં કાર્યક્રમમાં બેકાબૂ થઇ ભીડ, ધક્કામુક્કી માં એકનું મોત

News18 Gujarati
Updated: November 16, 2018, 1:53 PM IST
સપના ચૌધરીનાં કાર્યક્રમમાં બેકાબૂ થઇ ભીડ, ધક્કામુક્કી માં એકનું મોત
ફાઇલ ફોટો

બેગૂસરાય જિલ્લાનાં બછવારા વિસ્તારમાં છઠ મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હતુ જેમાં સપના ચોધરીને પરફોર્મન્સ માટે બોલાવવામાં આવી હતી.

  • Share this:
બિહાર: બેગૂસરાય જિલ્લામાં એક મોટા સામાચાર સામે આવ્યાં છે અહીં પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરીનાં કાર્યક્રમમાં પોલીસે બેકાબૂ ભીડ પર લાઠીચાર્જ કર્યો હતો તે દરમિયાન આ કાર્યક્રમ સ્થળ પર અફરાતફરી મચી ગઇ હતી. પોલીસનાં ડરથી લોકો ભાગદોડ કરવા લાગ્યા હતા જેમાં ઘણા લોકો જમીન પર પડી ગયા હતાં. પ્રાપ્ત જાણકારી અનુસાર ભાગદોડમાં એક યુવકનું મોત થઇ ગયુ છે.

જાણકારી મુજબ, બેગૂસરાય જિલ્લાનાં બછવારા વિસ્તારમાં છઠ મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હતુ જેમાં સપના ચોધરીને પરફોર્મન્સ માટે બોલાવવામાં આવી હતી. જેમા સપના ચૌધરીને પરફોર્મન્સ માટે બોલાવવામાં આવી હતી. એવામાં સપના ચૌધરીને જોવા માટે લાખો લોક ઉમટી પડ્યા હતાં. ભીડ એ પ્રમાણે સપનાને જોવામાં આવી હતી કે તે બેકાબૂ થઇ ગઇ હતી. અને બેરીકેડિંગ તોડીને મંચ પર જવાનો પ્રયાસ કરતી હતી આ સમયે ત્યાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

હરિયાણવી ડાન્સર અને સિંગર સપના ચૌધરી ગત વર્ષે બિગ બોસમાં આવી હતી આ સમયે તે ખુબજ લોકપ્રિય થઇ ગઇ હતી. તે બાદ તે આખા દેશમાં ઓળખાતી થઇ ગઇ છે. તેનાં મોટાભાગનાં પ્રોગ્રામમાં દર્શકો બેકાબૂ થતાજ હોય છે.આ પહેલાં રાજસ્થાનનાં ચુરૂ, ઉત્તર પ્રદેશનાં લખનઉમાં પણ તેનાં કાર્યક્રમ દરમિયાન ભીડ બેકાબૂ તઇ હતી તો પ્રયાગરાજમાં સપના ચૌધરીનો કાર્યક્રમ જ રદ્દ કરવો પડ્યો હતો.

રિપોર્ટ- સંતોષ કુમાર
First published: November 16, 2018, 1:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading