અદાકારા બેગમ ફરુખ જાફરનું નિધન, છેલ્લે 'ગુલાબો સિતાબો'માં ફતિમા બેગમનાં કિરદારમાં આવ્યા નજર

અદાકારા બેગમ ફરુખ જાફરનું નિધન

બેગમ ફરુખ જાફરે 89ની ઉંમરે લખનઉમાં અંતિમ શ્વાસ (Begum Farrukh Jaffer Passed Away) લીધો હતો. આજે 16 ઓક્ટોબરનાં તેમને લખનઉનાં એશબાગ સ્થિત કબ્રિસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અદાકારા બેગમ ફરુખ જાફર (Begum Farrukh Jaffer)નું શુક્રવારે નિધન થઇ ગયુ છે. તેમણે 89ની ઉંમરમાં લખનઉમાં અંતિમ શ્વાસ (Begum Farrukh Jaffer Passed Away) લીધા હતાં. બેગમ ફરુખ જાફરે રેખા સ્ટાર ફિલ્મ 'ઉમરાવ જાન'થી લઇ અમિતાભ બચ્ચન સ્ટાર 'ગુલાબો સિતાબો' (Gulabo Sitabo) સુધી તેમનાં કિરદારને બખુબી અદા કર્યો છે. જેનાંથી ઘણાં લોકો પ્રભાવિત પણ થઇ ગયા છે. આજે 16 ઓક્ટોબરનાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.

    બેગમ ફરુખ જાફર (Begum Farrukh Jaffer)નું ઇન્તકાલની ખબરથી તેમનાં દોહીત્ર શાઝ અહમદે આપી છે. તેમણે જણાવ્યું કે, તેમની નાનીનું બ્રેન સ્ટ્રોકને કારણે શુક્રવારે 15 ઓક્ટોબરનાં ગોમતીનગરની વિશેષખંડ સ્થિત આવાસ પર નિધન થઇ ગચું છે. શાઝ અહમદ મુજબ શનિવારે સવારે 10 વાગ્યે એશબાગ સ્થિત કબ્રસ્થાનમાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.

    આ પણ વાંચો-Urfi Javed B’day Special: એક્ટ્રેસ બનતા પહેલાં એક કંપનીમાં મેનેજર હતી ઉર્ફી જાણો તેની અજાણી વાતો

    બ્રેન સ્ટ્રોકને કારણે થયુ નિધન-
    બેગમ ફરુખ જાફરે જણાવ્યું કે, 5 ઓક્ટોબરનાં લખનઉનાં સહારા હોસ્પિટલમાં ભરતી હતી. તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ હતા તે સમયે તેમનાં ફેફસામાં સંક્રમણ વધી ગયુ હતું. જે સાથે જ શ્વાસ લેવામાં તેમને તકલીફ પડતી હતી. શરદી-કફ અને દુખાવાની તકલીફો તો તેમને થતી જ હતી.

    રેડિયોમાં એનાઉન્સર તરીકે કરી હતી કરિઅરની શરૂઆત-
    ફરુખ જાફરે તેમનાં કરિઅરની શરૂઆત રેડિયોમાં એનાઉન્સર તરીકે કરી હતી. જેમાં તે ગીતોની વચ્ચે સંભળાતી કહાનીમાં તેમનો અવાજ આપતાં. અને ગીતોની પસંદગી કરતાં. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તેઓ સાંજે ક્લાસ ચલાવતા હતાં.

    રેખા સાથે કરી હતી પહેલી ફિલ્મ-
    બેગમ ફરુખ જાફરે એક્ટિંગ કરિઅરની શરૂઆથ વર્ષ 1981થી કરી હતી. તેમણે ફિલ્મ 'ઉમરાવ જાન'માં સદાબહાર એક્ટ્રેસ રેખાની માતાનો રોલ તેમને અદા કર્યો હતો. જે ઉપરાંત તેઓ 'સ્વદેશ', 'સુલ્તાન', 'સીક્રેટ સુપરસ્ટાર', અને 'પીપલી લાઇવ' જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેમનાં કિરદારે લોકોનું દિલ જીતી લીધુ હતું. છેલ્લે તેઓ અમિતાભ બચ્ચન સ્ટાર 'ગુલાબો સિતાબો'માં નજર આવ્યાં હતાં. આ ફિલ્મમાં તેમણે ફાતિમા બેગમનો રોલ અદા કર્યો હતો.

    આ પણ વાંચો-'શક્તિમાન'નાં 'તમરાજ કિલવિશ'ની પાસે છે એટલી સંપત્તિ, દીકરીને આપી દીધો 60% મિલકતમાં ભાગ

    ફરુખ ફિલ્મફેર એવોર્ડ વિનર હતા-
    ફરુખનાં લગ્ન સ્વંતંત્રતા સંગ્રામ સેનાની અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વિધાન પાર્ષદ એસ એમ જાફર સાથે થયા હતાં. મેહરુનિાસમાં તેમનાં રોલ માટે તેમને ફિલ્મફેર એવોર્ડથી નવાઝવામાં આવ્યાં હતાં.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: