Home /News /entertainment /

દીકરાના લગ્ન પહેલા અંબાણી પરિવારે મુંબઈના 50,000 પોલીસકર્મીઓનું મોંઢું મીઠું કરાવ્યું

દીકરાના લગ્ન પહેલા અંબાણી પરિવારે મુંબઈના 50,000 પોલીસકર્મીઓનું મોંઢું મીઠું કરાવ્યું

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દુનિયાનો 13મો સૌથી પૈસાદાર વ્યક્તિ જ્યારે પોતાની ખુશી પોલીસ કર્મીઓ સાથે વહેંચે છે, તો સારૂ લાગે છે. આ એક શુભ સંકેત છે

    ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પોતાના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન પહેલા મુંબઈના લગભગ 50 હજાર પોલીસકર્મીઓને મોંઢું મીઠું કરાવ્યું છે.

    મુંબઈના દરેક પોલીસ સ્ટેશનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક તરફથી આ ડબ્બા પહોંચાડવામાં આવ્યા છે. આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચના રોજ મુંબઈમાં હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતાની દીકરી શ્લોકા સાથે થવા જઈ રહ્યા છે.

    મીઠાઈનો ડબ્બો મેળવનારા પોલીસકર્મીઓએ જણાવ્યું કે, મીઠાઈના ડબ્બામાં મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અને બાળકોના નાનું એક કાર્ડ પણ છે. તેમણે આ કાર્ડમાં પોતાના પરિવાર માટે આશીર્વાદ અને શુભકામના માંગી છે.



    એક પોલીસ કોન્સ્ટેબલે કહ્યું કે, મને પોલીસ સ્ટેશનમાં ડબ્બો આપવામાં આવ્યો તો ખબર પડી કે, અંબાણી પરિવારના પુત્રના લગ્નના અવસર પર તેમના પરિવાર દ્વારા આ મોકલવામાં આવ્યો છે.

    એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દુનિયાનો 13મો સૌથી પૈસાદાર વ્યક્તિ જ્યારે પોતાની ખુશી પોલીસ કર્મીઓ સાથે વહેંચે છે, તો સારૂ લાગે છે. આ એક શુભ સંકેત છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: 50, Ambani Family, Before, Marriage, Sweets, મુંબઇ

    આગામી સમાચાર