Home /News /entertainment /

Ranbir-Alia Wedding : રણબીર-આલિયાના લગ્ન પહેલા વાયરલ થયું આ વેડિંગ કાર્ડ, શું તમે જોયું?

Ranbir-Alia Wedding : રણબીર-આલિયાના લગ્ન પહેલા વાયરલ થયું આ વેડિંગ કાર્ડ, શું તમે જોયું?

રણબીર-આલિયાના લગ્ન પહેલા વાયરલ થયું આ વેડિંગ કાર્ડ

ચાહકોએ હજુ સુધી રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના (Alia Bhatt) લગ્નનું કાર્ડ જોયું નથી, પરંતુ કપૂર પરિવારનું એક કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. આ છે ઋષિ કપૂર (Rishi Kapoor) અને નીતુ કપૂરના (Neetu Kapoor) વેડિંગ રિસેપ્શનનું વેડિંગ કાર્ડ, જેને જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે હવે રણબીર-આલિયાનું રિસેપ્શન કાર્ડ પણ આવું જ હશે.

વધુ જુઓ ...
    રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અને તેમના પરિવારજનો બોલિવૂડના મોસ્ટ અવેટેડ લગ્ન વિશે મૌન સેવી રહ્યાં છે. પાપારાઝી સતત રણબીરની માતા નીતુ કપૂરને લગ્ન વિશે પૂછપરછ કરી રહ્યા છે, પરંતુ તે પણ મૌન નહીં તોડવા મક્કમ છે.
    કહેવામાં આવી રહ્યું છે કે આજે એટલે કે 13 એપ્રિલથી ઘરમાં લગ્નની તમામ વિધિઓ શરૂ થવા જઈ રહી છે, જે 17 એપ્રિલ સુધી ચાલશે. લગ્નને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે, આ અટકળો વચ્ચે કપૂર પરિવારનું એક વેડિંગ કાર્ડ વાયરલ થયું છે, જેને જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે.

    ચાહકોએ હજુ સુધી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નનું કાર્ડ જોયું નથી, પરંતુ કપૂર પરિવારનું એક કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. આ છે ઋષિ કપૂર અને નીતુ કપૂરના વેડિંગ રિસેપ્શનનું કાર્ડ, જેને જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે હવે રણબીર-આલિયાનું રિસેપ્શન કાર્ડ પણ આવું જ હશે. કોઈ કહી રહ્યું છે કે રણબીર-આલિયાના લગ્ન 15 એપ્રિલે આરકે ફેમિલી હાઉસમાં થશે, જ્યારે આલિયાના ભાઈ રાહુલ ભટ્ટનું કહેવું છે કે તેમણે લગ્ન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે, જેનું કારણ સુરક્ષા છે. હવે સત્ય ગમે તે હોય, પરંતુ આ દરમિયાન ઋષિ કપૂર-નીતુ કપૂરના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જે 1980નું છે.

    આ પણ વાંચો - 'માય' સહિત આ વેબ સિરીઝ અને ફિલ્મો આ અઠવાડીએ થશે રિલીઝ, આ OTT પર ઘરે બેસી આનંદ માણો

    ઋષિ-નીતુના લગ્નના કાર્ડમાં લખ્યું છે - 'મિસ્ટર અને મિસિસ રાજ કપૂર તમને તેમના પુત્ર ઋષિ અને નીતુના લગ્નના શુભ અવસર પર આમંત્રિત કરે છે.' આ પછી લગ્નની તારીખ, સમય અને સ્થળ વિશે માહિતી આપવામાં આવી છે. ઋષિ અને નીતુના લગ્ન 23 જાન્યુઆરી 1980ના રોજ આરકે સ્ટુડિયોમાં થયા હતા. આ કાર્ડમાં રણધીર કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂરના નામ પણ લખેલા છે.



    આ પણ વાંચો - Alia-Ranbir Marriage : કાકા મુકેશ ભટ્ટે આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્ન વિશે વાત કરવાનું ટાળ્યું, કહ્યું- મારી ભાભી...

    14 એપ્રિલે રણબીર-આલિયા ઋષિ કપૂર માટે ખાસ પૂજા કરશે


    ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, રણબીર અને આલિયા સૌથી પહેલા 14 એપ્રિલે ઋષિ કપૂર માટે ખાસ પૂજા કરશે. આ પૂજા આરકે હાઉસમાં થશે. 14 એપ્રિલ ગુરુવારે સવારે પૂજા થશે. કપૂર અને ભટ્ટ પરિવારના તમામ સભ્યો પૂજામાં હાજરી આપશે. આ ખાસ પૂજા ઋષિ કપૂરના નામ પર કરવામાં આવશે. પરિવાર મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશે અને તેમને પ્રેમથી યાદ કરશે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Alia Bhatt, Ranbir Alia Marriage, Ranbir Kapoor

    આગામી સમાચાર