એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' આજે સાંજે 7.30 વાગ્યે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. ફિલ્મમાં સુશાંતની સાથે સંજના સાંઘી લિડ રોલમાં નજર આવી રહી છે. આ સંજનની એઝ હિરોઇન પહેલી ફિલ્મ છે. જોકે સંજના ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ કરી ચૂકી છે જેમાં કોકા કોલા, ડાર્ક ફેન્ટસી અને પોન્ડ્સની એડ તેની ખાસ છે. તો આ પહેલાં સંજના ત્રણ ફિલ્મોમાં નાના નાના રોલ અદા કરી ચૂકી છે.
સંજનાએ ત્રણ ફિલ્મોમાં નાના નાના રોલ કર્યા છે જેમાં એક છે ઇમ્તિયાઝ અલીની 'રોકસ્ટાર' આ ફિલ્મમાં તે હિરની બહેન મેન્ડીનાં પાત્રમાં છે. એટલે કે તે નરગીસ ફાકરીની બહેનનો રોલ અદા કરે છે.
અન્ય એક ફિલ્મ છે ઇરફાન ખાનની 'હિન્દી મિડિયમ' આ ફિલ્મમાં તે શરૂઆતનાં સિનમાં નજર આવે છે. તે ફિલ્મમાં સબા કુમારનાં નાનપણનો રોલ અદા કરતી નજર આવે છે.
તો અન્ય એક ફિલ્મ છે ફૂકરે-2. આ ફિલ્મમાં તે ચૂચાને ડેટ માટે મળવા આવી હોય છે. 4 મિનિટનો તેનો ફિલ્મમાં રોલ છે પણ તે ઓનસ્ક્રિન પોતાની છાપ છોડી દે છે.
વેલ સંજનાની આવનારી ફિલ્મ 'દિલ બેચારા' પણ દર્શકોને પસંદ આવે અને તેનું કામ લોકો વખાણે તેવી શુભેચ્છા
Published by:Margi Pandya
First published:July 24, 2020, 15:28 pm