Home /News /entertainment /સલમાન ખાન ક્યારેય હોટલમાં મેઈન ગેટથી એન્ટ્રી નથી લેતો? ભાઈજાનની કેટલીક ખાસ વાતો
સલમાન ખાન ક્યારેય હોટલમાં મેઈન ગેટથી એન્ટ્રી નથી લેતો? ભાઈજાનની કેટલીક ખાસ વાતો
સલમાન ખાનની કેટલીક ખાસ વાતો
સલમાન ખાન ફિલ્મો (films)માં પોતાની અલગ એક્ટિંગ (Acting) માટે જાણીતો છે. તેણે ફિલ્મોમાં અભિનય ઉપરાંત સિંગિંગ (Singing) પણ કર્યું છે. સલમાન ખાનનું કહેવું છે કે, જો તેને જવું હોય તો પણ તે હોટલના પાછળના રસ્તે જેમ કે કિચન, સર્વિસ લિફ્ટ કે અન્ય કોઈ રસ્તે જાય છે.
મુંબઈ : હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા (Actor) સલમાન ખાન (Salman Khan)ને કોઈ ઓળખની જરૂર નથી. તેની ગણતરી બોલીવુડ (Bollywood)ના એવા કલાકારોમાં થાય છે જેઓ મોટા બજેટની ફિલ્મો કરે છે. સલમાન ખાન ફિલ્મો (films)માં પોતાની અલગ એક્ટિંગ (Acting) માટે જાણીતો છે. તેણે ફિલ્મોમાં અભિનય ઉપરાંત સિંગિંગ (Singing) પણ કર્યું છે. સલમાન ખાને 27 ડિસેમ્બરે જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. તો જોઈએ સલમાન ખાન વિશેની કેટલીક ખાસ વાતો
સલમાન ખાને ઘણી સફળ ફિલ્મો પણ બનાવી છે. ફિલ્મો સિવાય સલમાન ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. અભિનેતાના બહુ ઓછા ચાહકો જાણતા હશે કે છેલ્લા 20 વર્ષથી તે મુખ્ય દરવાજાથી કોઈ હોટલમાં પ્રવેશતો નથી. આ વાતનો ખુલાસો તેણે કપિલ શર્મા શોમાં કર્યો હતો. સલમાન ખાને શોમાં કહ્યું કે, તે છેલ્લા 20 વર્ષથી કોઈ હોટેલ અને રેસ્ટોરન્ટમાં નથી ગયો.
સલમાન ખાનનું કહેવું છે કે, જો તેને જવું હોય તો પણ તે હોટલના પાછળના રસ્તે જેમ કે કિચન, સર્વિસ લિફ્ટ કે અન્ય કોઈ રસ્તે જાય છે. હોટલના કિચનમાંથી જવાનું કારણ જણાવતાં સલમાન ખાને કહ્યું કે, કારણ કે જ્યારે તેને ભૂખ લાગે છે ત્યારે તેને ત્યાં ઝડપથી ખાવાનું મળી જાય છે. સલમાને વર્ષ 1988માં 'બીબી હો તો ઐસી'થી બોલિવૂડમાં ડેબ્યૂ એક્ટર તરીકે એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેણે સહાયક ભૂમિકા ભજવી હતી.
પણ સૂરજ બડજાત્યાની મૈંને પ્યાર કિયાએ સલમાનને રાતો-રાત સુપરસ્ટાર બનાવી દીધો. 1989ની આ ફિલ્મ બ્લોકબસ્ટર હતી. આ પછી તેણે 'બાગી', 'પથ્થર કે ફૂલ' અને 'સનમ બેવફા', 'સાજન', 'હમ આપકે હૈ કૌન', જુડવા, વોન્ટેડ, બજરંગી ભાઈજાન અને ટાઈગર' સહિત ઘણી હિટ ફિલ્મો આપી છે. 2010 પછી, સલમાન સાથે મુખ્ય ભૂમિકામાં બનેલી ફિલ્મો બોક્સ ઓફિસ પર ઓછામાં ઓછા 100 કરોડનું કલેક્શન કરી રહી છે. કેટલીક તો 200 અને 300 કરોડના ક્લબમાં પણ પહોંચી ગઈ છે.
દર વર્ષે સલમાન ખાન તેનો જન્મદિવસ પરિવાર સાથે પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં ઉજવે છે. સલમાન ખાનને તેના જન્મદિવસ પર કેક કાપવાનું પસંદ નથી. આ કારણે સલમાન ખાનની કેક તેના ભત્રીજા દ્વારા કાપવામાં આવે છે. સલમાન ખાનને તેની માતા સલમા અને હેલન સિવાય કોઈનો શારીરિક સ્પર્શ ગમતો નથી, તેના મિત્રો પણ તેને દૂરથી ગળે લગાવે છે, સલમાન ખાનના ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ તેની પાસે જવાની ક્યારેય કોશિશ કરતા નથી. સલમાન ખાન અંગત રીતે એકલો રહેવા માંગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર