Home /News /entertainment /Kareena Kapoorની કારથી પાપારાઝી થયો ઇજાગ્રસ્ત! ગુસ્સામાં ડ્રાઇવરને આ શું બોલી ગઇ બેબો
Kareena Kapoorની કારથી પાપારાઝી થયો ઇજાગ્રસ્ત! ગુસ્સામાં ડ્રાઇવરને આ શું બોલી ગઇ બેબો
બેબોની કારથી પાપારાઝી ઇજાગ્રસ્ત
સોમવારે જ્યારે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) મલાઈકા અરોરાના (Malaika Arora) ઘરે તેને મળવા પહોંચી, ત્યારે ત્યાં ઘણા પાપારાઝી પણ હાજર હતા. આ દરમિયાન કરીના કપૂર ખાનની કારની અડફેટે એક પાપારાઝીને ઈજા થઈ, આ જોઈને બેબો ગુસ્સે થઈ ગઈ અને ડ્રાઈવર પર બૂમો પાડવા લાગી.
કરીના કપૂર ખાનની (Kareena Kapoor Khan) બેસ્ટ ફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાનો તાજેતરમાં કાર અકસ્માત (Malaika Arora Accident) થયો હતો. જે બાદ તેને એક રાત માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મલાઈકાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Arjun Kapoor) અને બહેન અમૃતા અરોરા (Amrita Arora) પણ તેને મળ્યા હતા. હવે અભિનેત્રી સ્વસ્થ થયા પછી સોમવારે તેના ઘરે પહોંચી, જ્યાં તેની બેસ્ટ ફ્રેન્ડ એટલે કે કરીના કપૂર પણ તેને મળવા પહોંચી. આ દરમિયાન એક અકસ્માત થતા થતા રહી ગયો.
વાસ્તવમાં, સોમવારે જ્યારે કરીના કપૂર ખાન મલાઈકાના ઘરે તેને મળવા પહોંચી હતી, જ્યાં ઘણા પાપારાઝી પણ હાજર હતા. આ દરમિયાન કરીના કપૂર ખાનની કારની અડફેટે એક પાપારાઝીને ઈજા થઈ, આ જોઈને બેબો ગુસ્સે થઈ ગઈ અને ડ્રાઈવર પર બૂમો પાડવા લાગી. તે ચીસો પાડીને તેના ડ્રાઈવરને કહે છે- 'કાર પીછે લે યાર.'
આ ઘટના ત્યારે બની જ્યારે કરીના મલાઈકાના ઘરેથી પરત ફરી રહી હતી. આ દરમિયાન તેમની કારમાંથી એક પાપારાઝીને ઈજા થઈ હતી. ફેમસ સેલિબ્રિટી વિરલ ભાયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે પાપારાઝી બનવાની એક બાજુ એ પણ છે કે તેમને સેલેબ્સ કે કોઈપણ ઈવેન્ટને કેપ્ચર કરવામાં પણ જોખમ હોય છે.
વીડિયોમાં કેમેરામેન દર્દથી બૂમો પાડી રહ્યો છે - 'મારો પગ, મારો પગ.' આવી સ્થિતિમાં લોકોએ જોયું કે તેને ઈજા થઈ છે. આ જોઈને કરીના પણ નારાજ થઈ જાય છે અને ડ્રાઈવરને બૂમ પાડે છે- 'હોલ્ડ ઓન મેન... પાછા જાઓ... આવી રીતે ન ભાગો. ભાગી કેમ રહ્યા છો?' કરીનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર યુઝર્સ અલગ-અલગ ફીડબેક આપી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં કરીના કપૂર ખાન આમિર ખાન સાથે 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે. આ સિવાય તે નેટફ્લિક્સ ફિલ્મમાં પણ જોવા મળશે. જેમાં કરીના સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ જોવા મળશે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર