નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાની ભારતીય સેના પર કરેલી ટિપ્પણીના સમર્થનમાં આવેલી બ્યૂટી પ્રોડક્ટ કંપની મામાઅર્થ પર લોકોએ નિશાન સાધ્યું છે. ટ્વિટર પર #BoycottMamaEarth ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો આ બ્રાન્ડને આકરી ટીકા સાથે ટ્રોલ કરી રહ્યા છે. મામાઅર્થને ઋચા ચઢ્ઢાને ટેકો આપવો ભારે પડ્યો છે. વધી રહેલા વિરોધને જોતાં કંપનીએ માફી માંગી છે.
કંપની વતી માફી અંગેની પોસ્ટ કરવામાં આવી છે. મામાઅર્થ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ‘કંપની ટ્વિટર પર કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી ટિપ્પણી મામલે દુખી છે અને માફી માંગે છે.’
Mamaearth sincerely regrets hurting any sentiments due to a poorly drafted comment on Twitter. We are a proud Indian company who respects and stands by our armed forces. We do not subscribe to the views shared by any individual who thinks otherwise.
Mamaearth CEOએ રાષ્ટ્રધ્વજની તસવીર પોસ્ટ કરી છેઃ કંપનીના CEO
ગઝલ અલઘે પણ રાષ્ટ્રધ્વજ સાથેની એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગલવાન વિશેની ટિપ્પણી ટીમના સભ્ય દ્વારા કરવામાં આવી હતી અને અજાણતાં ઘણા લોકોને દુઃખ પહોંચ્યું હતું. અલઘે કહ્યુ હતુ કે, અમે ભારતીય સેના વિરુદ્ધ કોઈપણ વિચારને સમર્થન આપતા નથી.
'ગલવાન' મામલો દિલ્હી પોલીસ સુધી પહોંચ્યો
ગલવાન પરના ટ્વિટ બાદ ઋચા ચઢ્ઢાની મુશ્કેલીઓ વધી રહી છે. ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન પર ઋચાએ ટ્વીટ કર્યું હતું કે, 'ગલવાન હાય બોલી રહ્યો છે'. ત્યારથી વિવાદ વધુ ઘેરો બન્યો હતો અને ઋચા ચારે બાજુથી ઘેરાઈ ગઈ હતી. હવે આ મામલે સમાચાર એ છે કે, સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદાલે દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે. તેણે ઋચા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી છે.
ઋચાએ સેનાની માફી માંગી
બીજી તરફ મામલાની ગંભીરતા જોઈને ઋચાએ પોતાની કમેન્ટ ડિલીટ કરી દીધી હતી અને સેનાના જવાનોની માફી પણ માંગી હતી. ઋચાએ ટ્વીટ દ્વારા કહ્યું છે કે, તેનો ઈરાદો કોઈનું અપમાન કરવાનો નહોતો. તેમને ખબર નહોતી કે તેમના ત્રણ શબ્દોને આ રીતે ખેંચીને વિવાદ સર્જાશે. ઋચાએ સૈનિકોની માફી માંગી અને કહ્યું કે, તે જાણે છે કે આ મુદ્દો સંવેદનશીલ છે અને તેને સેના માટે સંપૂર્ણ સન્માન છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર