Home /News /entertainment /Beast Review: થલાપથી વિજયના ચાહકોએ એક્શન-થ્રિલરને કહી ‘માઇન્ડબ્લોઇંગ’ અને ‘બ્લોકબસ્ટર’
Beast Review: થલાપથી વિજયના ચાહકોએ એક્શન-થ્રિલરને કહી ‘માઇન્ડબ્લોઇંગ’ અને ‘બ્લોકબસ્ટર’
બીસ્ટ રિવ્યુ
Beast Review : ફિલ્મ ક્રિટીક અને મૂવી ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ફિલ્મ અંગે તેમના રીવ્યૂ શેર કર્યા હતા. તેણે લખ્યું, #BeastModeON. તેની એક્શન અને ડાન્સ - ઓલ વેરીથાનમ. બધા દર્શકો સંતુષ્ટ થશે અને ખુશ થશે. થલાપથી વિજય (Vijay Thalapathy) અને પૂજા હેગડે (Pooja Hegde) સ્ટારર એક્શન-થ્રિલર 'બીસ્ટ' (Film Beast) આજે સિનેમાઘરોમાં આવી છે
થલાપથી વિજય (Vijay Thalapathy) અને પૂજા હેગડે (Pooja Hegde) સ્ટારર એક્શન-થ્રિલર 'બીસ્ટ' (Film Beast) આજે સિનેમાઘરોમાં આવી છે. આ ફિલ્મની પહેલાથી જ ઘણી ચર્ચાઓ થઇ રહી છે, તેથી તે બોક્સ ઓફિસ પર પણ સારો દેખાવ કરે તેવી આશા છે. ટ્વિટર પર બીસ્ટના રીવ્યૂ (Beast Twitter Review) આવવા લાગ્યા છે. પ્રીમિયર અને વહેલી સવારના શો જોનારા મૂવી જોનારાઓએ થલાપથી સ્ટારર 'બીસ્ટ' વિશે ટ્વિટર પર રીવ્યૂ આપ્યા હતા. તેલુગુ સ્ટારર થલાપથી વિજય, જેની પાસે દક્ષિણમાં મોટા પાયે ચાહકો છે, તેને પણ ફિલ્મ પાસેથી વધારે અપેક્ષાઓ છે. બીસ્ટ પાસેથી એડવાન્સ બુકિંગની આશા છે. જોકે, ફેન્સ પણ સુપરસ્ટારની આ ધમાકેદાર એક્શન થ્રીલર મૂવીની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા.
એક ચાહકે ટ્વીટ કર્યું, “તમામ થલાપથી ચાહકો માટે #Beast Feast. તમામ પ્રકારની રાઇડ્સ સાથેનો થીમ પાર્ક. અન્ય એક મૂવી જોનારા દર્શકે ટ્વિટ કર્યું કે, “શાબ્દિક રીતે શક્તિ અને આગનો અનુભવ થયો!!! બ્લૉકબસ્ટર બીસ્ટ...દરેક સીન ગમ્યો….થલાપથી વેરા લેવલ મા...સાચી ફીસ્ટ... મીનેર..લીનર..સ્ટ્રોંગર!! #BeastMovie #Beast."
ફિલ્મ ક્રિટીક અને મૂવી ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ફિલ્મ અંગે તેમના રીવ્યૂ શેર કર્યા હતા. તેણે લખ્યું, #BeastModeON. તેની એક્શન અને ડાન્સ - ઓલ વેરીથાનમ. બધા દર્શકો સંતુષ્ટ થશે અને ખુશ થશે."
નેલ્સન દિલીપકુમાર-નિર્દેશિત ફિલ્મની રિલીઝ પહેલા ટીમ બીસ્ટ તેમના પ્રમોશનલ ઇવેન્ટ્સને ઘણો વેગ આપી રહી હતી. રિલીઝના એક દિવસ પહેલા ફિલ્મની આખી ટીમ તાજેતરમાં ચેન્નાઈની આસપાસ વિજયના રોલ્સ-રોયસ ઘોસ્ટમાં કો-સ્ટાર અપર્ણા દાસના જન્મદિવસની ઉજવણી કરવા માટે એક રાઈડ પર ગઈ હતી. આ વિડીયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે અને ચાહકો આખી ટીમને એકસાથે સારો સમય પસાર કરતા જોઇને ખુશ થઇ રહ્યા છે.
થલપથી વિજય અને પૂજા હેગડે ઉપરાંત આ બીસ્ટમાં સેલવરાઘવન, યોગી બાબુ, લિલીપુટ ફારૂકી અને અંકુર અજીથ પણ મુખ્ય ભૂમિકામાં છે. બીસ્ટ માટે બોક્સ ઓફિસ બુકિંગ વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ ઊંચું રહ્યું છે અને ફિલ્મે કથિત રીતે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઓસ્ટ્રેલિયા જેવા સ્થળોએ રેકોર્ડ કલેક્શન કર્યું છે. વિજય આ એક્શન ડ્રામામાં વીરા રાઘવન નામના RAW એજન્ટનું પાત્ર ભજવી રહ્યો છે. હાલ તો ટ્વિટર અને તમામ સોશ્યલ મીડિયા પર બીસ્ટ ફિલ્મ છવાયેલી છે. હવે ફિલ્મ ક્રિટીક્સથી માંડીને સૌની નજર ફિલ્મના કલેક્શન પર રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર