વિજય (Vijay Thalapathy) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ બીસ્ટનું હિન્દી ટ્રેલર (Beast Hindi Trailer) શા માટે લોન્ચ કર્યું. જવાબ વરૂણના ટ્વિટમાં જ છે. જો તમે વરૂણ (Varun Dhawan) નું ટ્વિટ ધ્યાનથી વાંચશો તો તમને ખબર પડશે કે, તેણે વિજયના ટ્વિટને શેર કર્યુ છે
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર થલાપથી વિજય (Vijay Thalapathy)ની લાંબા સમયથી રાહ જોવાતી તમિલ ફિલ્મ બીસ્ટ (Tamil Film Beast Hindi Trailer) નું હિન્દી ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્વિટર પર હિન્દી ટ્રેલર લૉન્ચ કરતા બોલીવૂડ અભિનેતા વરુણ ધવને (Varun Dhawan) લખ્યું, “એક્શનથી ભરપૂર #BeastHindiTrailer લૉન્ચ કરીને ખુશ છું. પાવર, ટેરર અને ફાયરથી ભરપૂર. હું હંમેશાથી વિજય સરનો ફેન છું.”
જો કે, ઘણાને આશ્ચર્ય થયું કે તેણે વિજયની મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર શા માટે લોન્ચ કર્યું. જવાબ વરૂણના ટ્વિટમાં જ છે. જો તમે વરૂણનું ટ્વિટ ધ્યાનથી વાંચશો તો તમને ખબર પડશે કે, તેણે વિજયના ટ્વિટને શેર કર્યુ છે અને બીજી વાત કે વરૂણે તેના ટ્વિટમાં તેવી પણ સ્પષ્ટતા કરી છે કે વિજય થલાપથીનો ખૂબ મોટો ફેન છે. ફિલ્મ બીસ્ટના તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ વર્ઝન પણ આ સાથે જ રિલીઝ થશે.
વરુણે ટ્રેલર લૉન્ચ કર્યા પછી તરત જ ટોલીવૂડ અભિનેતાના ફેન્સએ પણ કમેન્ટ સેક્શનમાં તેમની આતુરતા વ્યક્ત કરી હતી.
Happy to launch the action-packed #BeastHindiTrailer. Feel the POWER, TERROR & FIRE 🔥 always been a huge fan of Vijay sir
તમિલ વર્ઝનમાં વિજય વીરરાઘવન એક ઇન્ટેલીજન્ટ અને બહાદૂર જાસૂસની ભૂમિકા ભજવતો જોવા મળશે. જ્યારે હિન્દી વર્ઝનમાં તે વીર રાઘવ તરીકે દેખાશે. ફિલ્મ બીસ્ટનું તેલુગુ ટ્રેલર પણ ટૂંક સમયમાં રીલીઝ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, પૂજા હેગડે, સેલવારાઘવન, યોગી બાબુ, શાઈન ટોમ ચાકો, જ્હોન વિજય, શાજી ચેન, વીટીવી ગણેશ, અપર્ણા દાસ અભિનીત એક્શન ફ્લિક 13 એપ્રિલના રોજ વિશ્વભરમાં સ્ક્રીન પર રીલીઝ થવાની છે.
નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત અને સન પિક્ચર્સ દ્વારા સપોર્ટ આપવામાં આવેલ ફિલ્મની સિનેમેટોગ્રાફી મનોજ પરમહંસ દ્વારા કરવામાં આવી છે.
ટ્રેલર પરથી એવું લાગે છે કે આવનારી ફિલ્મમાં એવા રોમાંચક વળાંકો છે, જે કોમર્શિયલ માસ એન્ટરટેઈનર પાસે હોવા જોઈએ. ટ્રેલરની શરૂઆત આતંકવાદીઓના એક જૂથે ચેન્નાઈમાં એક મોલને હાઈજેક કરીને અને ક્રિસમસના સમયે મુલાકાતીઓને બંધક બનાવીને કરવામાં આવે છે. ઇન્ટેલિજન્સ અને ઓથોરીટી એક્શનમાં આવે છે. તેમને જાણ કરવામાં આવે છે કે તેમનો પોતાનો સૈનિક આ બંધકોમાંના એક તરીકે મોલની અંદર છે. ટ્રેલરમાં દર્શવવામાં આવેલ રોમાંચ અને સીન્સ જોઇને ફેન્સ પણ ફિલ્મ રીલીઝ થવાની રાહ જોઇ રહ્યા છે અને ટ્રેલર જોઇને તેઓ ઘણા ઉત્સાહિત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર