Home /News /entertainment /

Beast Box Office Collection: બે દિવસમાં જ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઇ વિજયની ફિલ્મ ‘બીસ્ટ’

Beast Box Office Collection: બે દિવસમાં જ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઇ વિજયની ફિલ્મ ‘બીસ્ટ’

બીસ્ટ બોક્સ ઓફિસ કલેક્શન

Beast Box Office Collection: બીસ્ટ (Beast0 માં વિજય (Vijay Thalapathhy) મુખ્ય ભૂમિકામાં છે, જે ઓફિસર વીરાની ભૂમિકા નિભાવી રહ્યો છે. તે એક ખૂબ જ કાબિલ ઓફિસર છે જે એકલા હાથે ભયાનક આતંકવાદીને પકડવાની જવાબદારી હાથમાં લે છે

    Beast Box Office Collection: તમિલ મૂવી બીસ્ટ (Tamil Movie Beast) માટે ભલે મિશ્ર પ્રતિસાદ આવી રહ્યા હોય. પરંતુ આ ફિલ્મે પહેલાથી જ વિશ્વવ્યાપી મોરચે પ્રભાવશાળી બોક્સ ઓફિસ કલેક્શન (Beast Movie Box Office Collection) પોતાના નામે કરી લીધું છે. થલાપથી વિજય અને પૂજા હેગડે (Vijay Thalapathhy & Pooja Hegde) અભિનીત તમિલ ન્યૂ યર પર રિલીઝ થયેલ આ ફિલ્મે માત્ર બે દિવસમાં દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર 100 કરોડના કલેક્શનને (100 Cr. Collection) વટાવી લીધું હોવાના અહેવાલ સામે આવ્યા છે.

    ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ (Trade Analyst Ramesh Bala) ટ્વિટર પર જણાવ્યું હતું કે, "2 દિવસમાં, #Beast WW બોક્સ ઓફિસ પર ₹ 100 કરોડની કમાણીને પાર કરી ગઈ છે. તેમણે ઉમેર્યું હતું કે 14 એપ્રિલની સાંજ સુધીમાં બીસ્ટએ અમેરિકામાં 80,000 ડોલરનું કલેક્શન કર્યું હતું જ્યારે આ ફિલ્મે ઓસ્ટ્રેલિયામાં 2,83,000 ડોલરનું કલેક્શન કર્યું હતું અને ભારતમાં હિન્દી સર્કિટમાં 14 એપ્રિલના રોજ 50 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

    બીસ્ટમાં વિજય મુખ્ય ભૂમિકામાં છે, જે ઓફિસર વીરાની ભૂમિકા નિભાવી રહ્યો છે. તે એક ખૂબ જ કાબિલ ઓફિસર છે જે એકલા હાથે ભયાનક આતંકવાદીને પકડવાની જવાબદારી હાથમાં લે છે. જો કે, આ દરમિયાન તે કોઈકને ગુમાવી બેસે છે. તેના મૃત્યુની તેના પર ઉંડી અસર પડે છે, પરિણામે ઓફિસરની નોકરી છોડી દે છે. ફિલ્મમાં આગળ જતા તે પૂજા હેગડેના પાત્રના પ્રેમમાં પડે છે. એક વખત તે બહાર મોલમાં જાય છે અને તે મોલને હાઇજેક કરી લેવામાં આવે છે. આ સ્થિતિમાં તે એકલા હાથે ખતરનાક આતંકવાદીને પકડવાનું મિશન હાથમાં લે છે.

    આ પણ વાંચોsalaar: પ્રભાસ અને શ્રુતિ હાસન સ્ટારર એક્શન-થ્રીલર ફિલ્મનું ટીઝર આ મહિનામાં થશે રીલીઝ

    ફિલ્મને અત્યાર સુધી દર્શકો અને ક્રિટીક્સના મિક્સ રીવ્યૂ મળ્યા છે

    બીસ્ટ અંગે ન્યૂઝ 18ના રીવ્યૂ પર નજર કરીએ તો- “થલાપથી વિજય તેની તમામ ફિલ્મોમાં ચોક્કસ ગ્રેસ અને સ્વેગ લાવે છે, અને બીસ્ટ પણ તેમાં અપવાદ નથી. તે રો અધિકારીની ભૂમિકા ભજવે છે જેને બાળકો પ્રત્યે લગાવ હોય છે, અને પ્રથમ દ્રશ્ય સાથે તમને ફિલ્મ સ્ટાઇલિશ એક્શનનો રોમાંચ આપી દેશે. જો કે, જેમ જેમ આપણે ફિલ્મમાં આગળ વધીએ છીએ તેમ, આપણને ખ્યાલ આવે છે કે સ્ટોરી થોડી નિરાશાજનક છે. તે એવા તબક્કે પહોંચી જાય છે જ્યાં થલાપથીના ચાહકો પણ નિરાશા અનુભવી શકે છે." બીસ્ટની ટક્કર યશની મોસ્ટ અવેટેડ કન્નડ ફિલ્મ કેજીએફઃ ચેપ્ટર 2 સાથે થઇ હતી. પાન-ઇન્ડિયા ફિલ્મે તેના ઓપનિંગ વીકએન્ડમાં વિજયની ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને અસર કરી હોય તો નવાઈ પામવા જેવું નથી.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Box Office, Box office Collection, Thalapathy Vijay

    આગામી સમાચાર