Home /News /entertainment /Bigg Boss 16 First Promo: આ સિઝનમાં કન્ટેસ્ટન્ટની જગ્યાએ બિગ બોસ ગેમ રમશે, સલમાન ખાન જ શોને હોસ્ટ કરશે

Bigg Boss 16 First Promo: આ સિઝનમાં કન્ટેસ્ટન્ટની જગ્યાએ બિગ બોસ ગેમ રમશે, સલમાન ખાન જ શોને હોસ્ટ કરશે

બિગ બોસ 16નો પ્રોમો રિલીઝ

ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શો બિગ બોસ સિઝન 16નો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. ટૂંક સમયમાં શો દર્શકોનું મનોરંજન કરવા માટે ટીવી પર પ્રસારિત કરવામાં આવશે. બિગ બોસ સિઝન 16નો પ્રોમો ઘણો મજેદાર છે. તેમાં શોના હોસ્ટ અને બોલિવૂડના ભાઈજાન સુપરસ્ટાર સલમાન ખાન બિગ બોસ હાઉસની માહિતી આપી રહ્યો છે. જો કે તેની વાતો ડરામની છે કેમ કે શોમાં બધું અલગ હશે. બિગ બોસ 16નો આ પ્રોમો જોઈ તેમાં ભાગ લેનાર કન્ટેસ્ટન્ટ્સની ઊંઘ ઉડી જશે.

વધુ જુઓ ...
    ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શો બિગ બોસ સિઝન 16નો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. ટૂંક સમયમાં શો દર્શકોનું મનોરંજન કરવા માટે ટીવી પર પ્રસારિત કરવામાં આવશે. બિગ બોસ સિઝન 16નો પ્રોમો ઘણો મજેદાર છે. તેમાં શોના હોસ્ટ અને બોલિવૂડના ભાઈજાન સુપરસ્ટાર સલમાન ખાન બિગ બોસ હાઉસની માહિતી આપી રહ્યો છે. જો કે તેની વાતો ડરામની છે કેમ કે શોમાં બધું અલગ હશે. બિગ બોસ 16નો આ પ્રોમો જોઈ તેમાં ભાગ લેનાર કન્ટેસ્ટન્ટ્સની ઊંઘ ઉડી જશે.

    આ પણ વાંચોઃ- અમિતા સાધે દારૂની બ્રાન્ડની જાહેરાત કરવાનો ઇનકાર કરતા ધમકી મળી! એક્ટરે કહ્યું- 'કોઈ ડર નથી, હું એક્ટિંગ કરવા આવ્યો છું'

    પ્રોમોમાં સલમાન ખાન બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યો છે અને કહે છે કે આ વખતે બધું અલગ હશે. સલમાન ખાન કહે છે કે 15 વર્ષથી બિગ બોસની બધી ગેમ જોઈ છે. આ વખતે બિગ બોસ પોતાની ગેમ બતાવશે. સવાર થશે પરંતુ આકાશમાં ચાંદ દેખાશે. ગ્રેવિટી હવામાં ઉડી જશે. ઘોડો પણ સીધી ચાલ ચાલશે. પડછાયો પણ સાથ છોડી દેશે.








    View this post on Instagram






    A post shared by ColorsTV (@colorstv)






    રિપોર્ટના અનુસાર, બિગ બોસ સિઝન 16 શો 8 ઓક્ટોબરથી લોન્ચ થઈ શકે છે. તેમાં સામેલ થનાર કન્ટેસ્ટન્ટ્સના નામ પણ સામે આવી ચૂક્યા છે. હવે શોનો પ્રોમો પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે તો ટૂંક સમયમાં શોના કન્ટેસ્ટન્ટ્સના નામ પણ સામે આવી જશે.

    આ રિયાલિટી શોના દર્શકો બિગ બોસ 16ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફેન્સને શો ઓનએર થવાના સમાચાર મળતા જ તેમનો ઉત્સાહ વધી ગયો છે. દેશના સૌથી મોટો રિયાલિટી શોને લઈને સોશિયલ મીડિયા પર દરરોજ નવી અટકળો લગાવવામાં આવી રહી હતી. ફાઈનલી શોનો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો. સિઝન 16માં આ વખતે નથી થીમ પણ હશે અને નવા સ્ટાર પણ. આ વખતે શોની થીમ aqua ફોર્મમાં રાખવામાં આવી છે, જેમાં કન્ટેસ્ટન્ટ્સને પાણીની અંદર રહેવું પડશે. તેમજ બિગ બોસની સિઝન 16ને પણ સલમાન ખાન હોસ્ટ કરશે.

    સલમાન ખાન ફરી હોસ્ટ બનશે


    બિગ બોસના ઈતિહાસમાં દબંગ સલમાન ખાનના શો સૌથી વધુ હોસ્ટ કરનાર અભિનેતા છે. દર વર્ષે સલમાન ખાન બિગ બોસ છોડવાની વાત કરે છે પરંતુ ચાહકોનો પ્રેમ તેને શોમાં ફરી ખેંચીને લાવે છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bigg Boss, સલમાન ખાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन