'બવાલ' હશે વરુણની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ, એક દિવસમાં આટલા કરોડોનો ખર્ચ થાય છે
'બવાલ' હશે વરુણની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ, એક દિવસમાં આટલા કરોડોનો ખર્ચ થાય છે
આ ફિલ્મમાં વરુણની સાથે જ્હાન્વી કપૂર પણ જોવા મળશે.
બોલિવૂડ એક્ટર વરુણ ધવન (Varun Dhawan) અને જ્હાન્વી કપૂર (Janhavi Kapoor)અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘બવાલ (Bawaal)’ના શૂટિંગમાં વ્યસ્ત છે. બંને હંમેશાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૂટિંગ લોકેશનની તસવીરો અને વીડિયો શેર કરતા જોવા મળે છે. હવે સમાચાર આવ્યા છે કે ફિલ્મ ‘બવાલ’ વરુણ ધવનના કરિયરની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે.
બોલિવૂડ એક્ટર વરુણ ધવન (Varun Dhawan) અને જ્હાન્વી કપૂર (Janhavi Kapoor)અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘બવાલ (Bawaal)’ના શૂટિંગમાં વ્યસ્ત છે. બંને હંમેશાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૂટિંગ લોકેશનની તસવીરો અને વીડિયો શેર કરતા જોવા મળે છે. હવે સમાચાર આવ્યા છે કે ફિલ્મ ‘બવાલ’ વરુણ ધવનના કરિયરની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. ફિલ્મનું એક દિવસનું બજેટ સાંભળીને તમારા હોશ ઉડી જશે. ફિલ્મનું શૂટિંગ અત્યારે વાર્સો, પોલેન્ડમાં થઈ રહ્યું છે.
‘બવાલ (Bwaal Film)’ફિલ્મને નિતેશ તિવારી (Nitesh Tiwari) ડાયરેક્ટ કરી રહ્યા છે. તેમજ ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા (Sajid Nadiawala)ના બેનર નડિયાદવાલા ગ્રેન્ડસન એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહી છે. બવાલ એક લવ સ્ટોરી ફિલ્મ હશે જેમાં જ્હાન્વી અને વરુણની જોડી જોવા મળશે. આ ફિલ્મની શરૂઆત એપ્રિલમાં લખનઉ, ઉત્તર પ્રદેશથી શરૂ થાય છે. વરુણ અને જ્હાન્વી પહેલી વખત એક સાથે સ્ક્રિન શેર કરવાના છે.
રિપોર્ટ્સના અનુસાર, બવાલ આવતા વર્ષે 7 એપ્રિલ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મને વરુણ ધવનની કરિયરની સૌથી મોંઘી ફિલ્મ જણાવવામાં આવી છે. ફિલ્મના એક દિવસનું બજેટ લગભગ 2 કરોડથી પણ વધારે છે. પ્લાનિંગના અનુસાર એક એક્શન સિક્વન્સ માટે ઘણી વસ્તુઓની જરૂર હોય છે. તેનું 10 દિવસનું શિડ્યુઅલ છે. આ વરુણની સૌથી મોંઘી ફિલ્મ છે.
ફિલ્મના એક્શન ડાયરેક્ટ જર્મનીથી છે
રિપોર્ટના અનુસાર, અમે પેરિસ, બર્લિન, પોલેન્ડ, એમ્સ્ટર્ડમ, ક્રાકો, વાર્સો જેવા સૌથી મોંઘા અને રસપ્રદ લોકેશનની સાથે ઈન્ડિયામાં પણ ફિલ્મનો એક ભાગ શૂટિંગ કર્યો છે. આ એક યુનિક લવ સ્ટોરી છે અને હવે અમે વાર્સોમાં એક મોટા એક્શન સિક્વન્સની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મના એક્શન ડાયરેક્ટર અને સ્ટંટમેન જર્મની શહેરના છે. ફિલ્મના ક્રૂમાં લગભગ 700 લોકો છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર