Home /News /entertainment /

અલવીદા Bappi Lahiri : પંચતત્ત્વમાં વિલીન 'ડિસ્કો કિંગ', પુત્ર બપ્પા લહેરીએ આપી મુખાગ્નિ

અલવીદા Bappi Lahiri : પંચતત્ત્વમાં વિલીન 'ડિસ્કો કિંગ', પુત્ર બપ્પા લહેરીએ આપી મુખાગ્નિ

અલવીદા બપ્પી દા

બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર (Bappi Lahiri Last Rites) આજે કરવામાં આવશે. તેમના પિતાની અંતિમ વિદાય (Bappi Lahiri Funeral) આપવા માટે, તેમના પુત્ર બપ્પા લહેરી પરિવાર સાથે લોસ એન્જલસથી ભારત પરત ફર્યા

    સિનેમામાં ડિસ્કો મ્યુઝિકને લોકપ્રિય બનાવનાર ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું નિધન (Bappi Lahiri Died) થયું છે. તેઓ 69 વર્ષના હતા. પીઢ ગાયકે મંગળવારે (15 ફેબ્રુઆરી) રાત્રે મુંબઈની ક્રિટીકેર એશિયા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ (CritiCare Asia Multispeciality Hospital) માં અંતિમ શ્વાસ લીધા. લાંબા સમયથી તેઓ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી પરેશાન હતા. લતા મંગેશકરના નિધન બાદ બોલિવુડે સંગીત જગતનો વધુ એક નવો હીરો ગુમાવ્યો છે. બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર (Bappi Lahiri Last Rites) આજે કરવામાં આવ્યા છે. પિતાને અંતિમ વિદાય (Bappi Lahiri Funeral) આપવા માટે, તેમનો પુત્ર બપ્પા લહેરી પરિવાર સાથે લોસ એન્જલસથી ભારત પરત ફર્યો હતો. હાલમાં જ બપ્પી દાને અગ્નીદાહ આપવામાં આવ્યો.

    બપ્પીના પંચતત્ત્વમાં વિલીન

    બપ્પી દા પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. પરિવારે બપ્પી લહેરીના અંતિમ સંસ્કારની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. તેમના અંતિમ સંસ્કાર ગુરુવાર, 17 ફેબ્રુઆરીના રોજ મુંબઈના વિલે પાર્લે સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા. દીકરા બપ્પા લહેરીએ મુખાગ્ની આપી હતી. અંતિમ ક્રિયા સવારે 9 વાગ્યાથી લહેરી હાઉસ ખાતેથી શરૂ થઈ હતી, અને 10 વાગે તેમની અંતિમ યાત્રા નીકળી છે. પુત્રી અને પુત્રની આંખો છલકાઈ ગઈ હતી.




    ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાના કારણે બપ્પી દાનું નિધન થયું હતું

    હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. દીપક નામ જોશીના જણાવ્યા અનુસાર, લાહિરી લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા અને સોમવારે (14 ફેબ્રુઆરી) તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ મંગળવારે (15 ફેબ્રુઆરી) તેમની તબિયત બગડી હતી અને ડોક્ટરને ઘરે બોલાવ્યા. તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી, ઓએસએ (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા)ના કારણે મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું.

    દીકરીના ખોળામાં અંતિમ શ્વાસ લીધા

    બપ્પી લાહિરીના નજીકના સહયોગીના જણાવ્યા અનુસાર, બપ્પી દાની છેલ્લી વાત તેમની પુત્રી રેમા સાથે થઈ હતી. તે પુત્રી રેમાની ખૂબ નજીક હતા અને બપ્પી દાએ તેંના ખોળામાં મૃત્યુ પામ્યા. પિતાને ગુમાવ્યા બાદ પુત્રી રેમા આઘાતમાં છે.

    આ પણ વાંચોRIP Bappi Lahiri : બપ્પી લહેરીના Best Song, જે આજે પણ લોકોને સાંભળવા એટલા જ ગમે છે

    અંતિમ દર્શન માટે સેલેબ્સ પહોંચ્યા હતા

    બપ્પી લાહિરીની અંતિમ ઝલક માટે બુધવારે દિવસભર બોલિવૂડ સેલેબ્સનો ધસારો રહ્યો હતો. તો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકર, અજય દેવગન, અક્ષય કુમાર, અનુપમ ખેર સહિત ઘણી મોટી હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bappi Lahiri, Bollywood Latest News, Bollywood News in Gujarati

    આગામી સમાચાર