Home /News /entertainment /

Bappi Lahiri Birthday: આ દિગ્ગજ ગાયકના ભાણીયા છે બપ્પી લહિરી, બનાવ્યો હતો આ વર્લ્ડ રેકોર્ડ

Bappi Lahiri Birthday: આ દિગ્ગજ ગાયકના ભાણીયા છે બપ્પી લહિરી, બનાવ્યો હતો આ વર્લ્ડ રેકોર્ડ

બપ્પી લહિરી જન્મદિવસ

બપ્પી લાહિરીનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમનું બાળપણનું નામ આલોકેશ લહિરી હતું. તેને નાનપણથી જ સંગીતમાં રસ હતો અને તે હંમેશા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવવા માંગતા હતા

    મુંબઈ : પ્રખ્યાત સંગીતકાર અને ગાયક બપ્પી લહિરી (Singer Bappi Lahiri)ને કોઈ ઓળખની જરૂર નથી. બપ્પી લાહિરીએ બોલિવૂડ (Bollywood)માં ડિસ્કો અને પોપ સંગીતના યુગની શરૂઆત કરી હતી. 27 નવેમ્બર, 1952ના રોજ જન્મેલા બપ્પી લહિરીએ (Bappi Lahiri Birthday) તેમની કારકિર્દી (Bappi Lahiri  Career)માં એક થી એક ચડિયાતા ગીત (Songs) આપ્યા હતા, જે આજે પણ લોકોની જીભ પર રહે છે.

    બપ્પી લાહિરીએ માત્ર ત્રણ વર્ષની ઉંમરે તબલાં વગાડવાનું શીખી લીધું હતું

    બપ્પી લાહિરીનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમનું બાળપણનું નામ આલોકેશ લહિરી હતું. તેને નાનપણથી જ સંગીતમાં રસ હતો અને તે હંમેશા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવવા માંગતા હતા. બપ્પી સંગીતના પરિવારમાંથી આવે છે. તેમના પિતા પ્રખ્યાત બંગાળી ગાયક અપરેશ લહિરી હતા. તેમની માતા બાંસુરી લહિરી પણ સંગીતકાર હતા. કોલકાતામાં જન્મેલા બપ્પી લાહિરીએ માત્ર ત્રણ વર્ષની ઉંમરે તબલાં વગાડવાનું શીખી લીધું હતું. તેઓ 19 વર્ષની ઉંમરે મુંબઈ ગયા અને 1973માં તેમને હિન્દી સિનેમામાં પહેલીવાર 'નન્હા શિકારી'માં સંગીત આપવાની તક મળી.

    બપ્પી લહિરી અને કિશોર કુમાર સગાં છે

    કદાચ તમને ખબર નહીં હોય કે બપ્પી લહિરી અને કિશોર કુમાર સગાં છે. પીઢ ગાયક કિશોર કુમાર બપ્પી લહિરીના મામા હતા. આ કારણોસર, તેમને 1975માં મોહમ્મદ રફી અને તેમના મામા કિશોર કુમાર સાથે ગીતો ગાવાનો મોકો મળ્યો, ત્યારબાદ તેમને ઘણી ઓળખ મળી. બપ્પી લહિરી એકમાત્ર એવા સંગીતકાર હતા જેમને માઈકલ જેક્સન દ્વારા 1996માં મુંબઈમાં યોજાયેલા તેમના પ્રથમ શોમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

    આ પણ વાંચોBhushan Kumar Birthday : અનોખી છે ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલાની Love Story, આ રીતે થયા લગ્ન

    1986માં એક વર્ષમાં 180 ગીતો ગાઈ બપ્પી લહિરીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

    એક રિપોર્ટ અનુસાર, વર્ષ 1986માં તેણે 33 ફિલ્મોમાં 180 ગીતો ગાયા. તેમનો રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલ છે. બપ્પી લહિરી તેની અનોખી શૈલી માટે પણ પ્રખ્યાત છે. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને સોનાના દાગીના પહેરવાની પ્રેરણા ગાયક એલ્વિસ પ્રેસ્લી પાસેથી મળી હતી. બપ્પી કહે છે કે પહેલા તે માત્ર સોનાની ચેન અને બ્રેસલેટ પહેરતા હતા, પરંતુ જ્યારે અન્ય ઘરેણાંનું કલેક્શન વધ્યું ત્યારે તેણે તે પણ પહેરવાનું શરૂ કર્યું. તેમની પ્રથમ ચેઇન તેમની માતાએ તેમને ભેટમાં આપી હતી, જ્યારે બીજી ચેઇન તેમની પત્નીએ ભેટમાં આપી હતી. બપ્પી લહિરીના સંગીતે 'નમક હલાલ', 'શરાબી' અને 'ડિસ્કો ડાન્સર' જેવી ફિલ્મોમાં ખૂબ ચર્ચા મેળવી અને તેમણે સંગીતના ક્ષેત્રમાં એક નવું સ્થાન આપ્યું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन