ગુમ થયેલી બાંગ્લાદેશી અભિનેત્રી Raima ના શરીરના બે ટુકડા મળ્યા, ઘરેથી શૂટિંગ માટે નીકળી હતી, પતિ ધરપકડ
ગુમ થયેલી બાંગ્લાદેશી અભિનેત્રી Raima ના શરીરના બે ટુકડા મળ્યા, ઘરેથી શૂટિંગ માટે નીકળી હતી, પતિ ધરપકડ
ગુમ થયેલી બાંગ્લાદેશી અભિનેત્રી Raima ના શરીરના બે ટુકડા મળ્યા
કદમટોલી વિસ્તારમાં અલીપોર બ્રિજ પાસે અભિનેત્રી રાઈમા ઈસ્લામ શિમુ (Bangladeshi Actress Raima Islam Shimu Found Dead) નો મૃતદેહ જોયો હતો અને પોલીસને જાણ કરી હતી
બાંગ્લાદેશની અભિનેત્રી રાઈમા ઈસ્લામ શિમુ (Bangladeshi Actress Raima Islam Shimu Found Dead) નો મૃતદેહ ઢાકાના કેરાનીગંજમાં એક પુલ પાસે બોરીમાંથી મળી આવ્યો હતો. રાયમાની લાશના બે ટુકડા મળી આવ્યા હતા. તે છેલ્લા કેટલાક દિવસોથી લાપતા હોવાના અહેવાલ હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, તે વિસ્તારના લોકોએ સોમવાર, 17 જાન્યુઆરીએ કદમટોલી વિસ્તારમાં અલીપોર બ્રિજ પાસે અભિનેત્રીનો મૃતદેહ જોયો હતો અને પોલીસને જાણ કરી હતી. રાયમાના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે. પોલીસને ખાતરી છે કે, કોઈ ગુનેગારે તેની હત્યા કરી છે.
રાયમા ઈસ્લામ શિમુ (Raima Islam Shimu Murder) ના શરીર પર મળેલા ઈજાના નિશાન જોઈ પોલીસને વિશ્વાસ થઈ ગયો કે, રવિવારે ગુનેગારોએ તેની હત્યા કરી હશે અને પછી તેની બોડીને ફેંકી દીધી હશે. એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સર સલીમુલ્લા મેડિકલ કોલેજ હોસ્પિટલ (SSMCH)માં મોકલવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે પતિ સહિત 6 લોકોની ધરપકડ કરી
ઢાકા પોલીસે આ કેસમાં અભિનેત્રીના પતિ અને તેના મિત્ર સહિત 6 લોકોની અટકાયત કરી છે. મંગળવારે બપોરે પોલીસે મીડિયાને જણાવ્યું કે, રાઈમા ઈસ્લામ શિમુના પતિ સખાવત, તેના મિત્ર અને ડ્રાઈવરને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. જે બાદ તેણે ઘરેલુ વિવાદને કારણે રાયમાની હત્યા કરવાનું સ્વીકારી લીધું છે.
પોલીસે પતિ સામે ફરિયાદ નોંધાવી હતી
આ પહેલા રાઈમા ઈસ્લામ શિમુ ગુમ થયા બાદ તેના સંબંધીઓએ રવિવારે કાલાબાગન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ પણ નોંધ્યો હતો અને અભિનેત્રીના પતિ સખાવત અલી નામની વ્યક્તિની પૂછપરછ માટે અટકાયત કરી હતી. અલીની સાથે તેના ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, શિમુના પતિએ રવિવારે કાલાબાગન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને દાવો કર્યો હતો કે પત્ની ગુમ છે.
રાયમા ઈસ્લામ શિમુ 45 વર્ષની હતી. તેણે વર્ષ 1998માં ફિલ્મ 'બર્તમાન'થી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેણે 25 ફિલ્મોમાં કામ કર્યું છે. તે બાંગ્લાદેશ ફિલ્મ આર્ટિસ્ટ એસોસિએશનની સહયોગી સભ્ય હતી. ફિલ્મો ઉપરાંત તેણે ટીવી નાટકોમાં પણ અભિનય કર્યો અને નિર્માણમાં પણ હાથ અજમાવ્યો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર