Bangladesh Iskcon Temple attack : બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર હુમલો, 150 લોકોના ટોળાએ કરી તોડફોડ
Bangladesh Iskcon Temple attack : બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર હુમલો, 150 લોકોના ટોળાએ કરી તોડફોડ
બાંગ્લાદેશમાં હોળીના તહેવાર સમયે ઈસ્કોન મંદિરમાં ટોળાએ કરી તોડફોડ
Bangladesh Iskcon Temple attack : બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય માટે કામ કરતી સંસ્થાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ હુમલાની કેટલીક તસવીરો અને માહિતી શેર કરી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે, મંદિરની એક દિવાલ તોડી પાડવામાં આવી છે.
Bangladesh Iskcon Temple attack: ગુરુવારે, હોળી (Holi) ના એક દિવસ પહેલા, બાંગ્લાદેશ (Bangladesh) ની રાજધાની ઢાકા (Dhaka) સ્થિત ઇસ્કોન મંદિર (Iskcon Temple) માં હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ લગભગ 150 લોકોનું ટોળું મંદિરમાં ઘૂસી ગયું હતું અને તોડફોડ કરી હતી. આ સાથે ત્યાં લૂંટફાટ પણ કરવામાં આવી છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલો ઢાકાના રાધાકાંતા મંદિરમાં થયો હતો, જે ઈસ્કોનનો ભાગ છે.
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય માટે કામ કરતી સંસ્થાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ હુમલાની કેટલીક તસવીરો અને માહિતી શેર કરી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે, મંદિરની એક દિવાલ તોડી પાડવામાં આવી છે. આ સાથે ત્યાંથી માલ-સામાનની પણ લૂંટ થઈ છે.
ભક્તોએ પોલીસને જાણ કરી પરંતુ પોલીસે કાર્યવાહી ના કરી
જેમાં જણાવવામાં આવ્યું છે કે, દર્શન કરવા આવેલા ભક્તોએ પોલીસને પણ હુમલાની જાણ કરી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. આ પહેલા પણ બાંગ્લાદેશમાં મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં, ચૌમુની સ્થિત ઇસ્કોનના શ્રી શ્રી રાધાકૃષ્ણ ગૌરા નિત્યાનંદ જ્યુ મંદિર પર પણ ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. આ હુમલામાં 6થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ પણ છે. આ સાથે અન્ય ઘણા શહેરોમાં મંદિરો પર પણ હુમલા કરવામાં આવ્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર