Home /News /entertainment /Sonali Chakraborty Death: બંગાળી અભિનેત્રી સોનાલી ચક્રવર્તીનું થયું નિધન

Sonali Chakraborty Death: બંગાળી અભિનેત્રી સોનાલી ચક્રવર્તીનું થયું નિધન

બંગાળી અભિનેત્રી સોનાલી ચક્રવર્તીનું થયું નિધન

બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જાણીતી અભિનેત્રી સોનાલી ચક્રવર્તીનું આજે નિધન થઈ ગયું છે. ઘણાં લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતાં.

નવી દિલ્હીઃ બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીને મોટો આંચકો લાગ્યો છે. લોકપ્રિય અભિનેત્રી સોનાલી ચક્રવર્તીનું નિધન થવાથી હાલ ત્યાં શોકનો માહોલ છે. તેમણે 31 ઓક્ટોબરની સવારે હોસ્પિટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હતાં. રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, લાંબા તેઓ લાંબા સમયથી બીમાર હતાં. એક્ટ્રેસને આ વર્ષે ઓગસ્ટમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે તેના પેટમાં પાણી ભરાઈ ગયું હતું અને લીવરમાં સમસ્યા હતી.

સોનાલી ચક્રવર્તીએ હિટ બંગાળી ટીવી સિરિયલોમાં કામ કર્યુ છે. આમાં Gaatchora જેવા ટીવી શોનો સમાવેશ થાય છે. ટીવી સિરિયલ સિવાય તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું. 2002માં આવેલી ફિલ્મ 'હાર જીત'માં અભિનેત્રીએ પોતાની એક્ટિંગથી ઘણી લાઇમલાઇટ મેળવી હતી. સોનાલીએ ફિલ્મ 'બંધન'થી દર્શકો વચ્ચે પોતાની ઉંડી છાપ છોડી હતી.

આ પણ વાંચોઃ 3 વર્ષ બાદ વિદેશમાંથી પરત ફરશે દેશી ગર્લ, ફેન્સ સાથે શેર કર્યો ઉત્સાહ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસ તેમની તબિયતની સમસ્યાને કારણે કેટલાક સમયથી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં ઓછું કામ કરી રહ્યા હતા. સોનાલીને આ વર્ષે ઓગસ્ટમાં ભરતી કરવામાં આવ્યા હતાં. તે સમયે ખબર મળી હતી કે તેમને લીવરની સમસ્યા છે. તેમના પેટમાં પાણી ભરાઈ ગયું છે અને તેમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની આ બીમારીની હોસ્પિટલમાં સારવાર થઈ રહી હતી. પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઠીક થતાં તેમને રજા પણ આપી દેવાઈ હતી. ત્યારબાદ અચાનક તેમની તબિયત ફરી બગડી ગઈ હતી.

આ પણ વાંચોઃ એક્ટ્રેસે બાથરૂમમાં કર્યુ આવું કામ, યુઝરે કહ્યુ- કપડાં પહેરો નહીંતર...

પરિવારને લાગ્યો આઘાત


સોનાલી ચક્રવર્તીના નિધન બાદ બંગાળી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના જવાથી પરિવારજનોને ઘેરો આઘાત લાગ્યો છે. તેમની કોલકાતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ, તે જાણી શકાયું નહતું કે હોસ્પિટલમાં જેની સારવાર ચાલી રહી હતી, તે બીમારી કઈ હતી. હાલ, તેમના પરિવારમાં દુખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
First published:

Tags: Entertainment news, Tv actress, મનોરંજન, મોત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો