Balika Vadhu 2: બાળ વિવાહની કુપ્રથા અટકાવવા આવી રહી છે નાની આનંદી, VIDEO
Balika Vadhu 2: બાળ વિવાહની કુપ્રથા અટકાવવા આવી રહી છે નાની આનંદી, VIDEO
(PHOTO:@ColorsTV Instagram)
'બાલિકા વધુ 2' (Balika Vadhu 2) નો પહેલો પ્રોમો તો ક્યારનો રિલીઝ થઇ ગયો છે. હવે શોનો બીજો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. એક્ટ્રેસ શ્રેયા પટેલ (Shreya Patel) અને 'બાલવીર' ફેઇમ વંશ સયાની (Vansh Sayani) આ વખતે લીડ રોલમાં નજર આવશે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કલર્સ ટીવી (Colors TV) તેનાં પ્રખ્યાત શો 'બાલિકા વધુ' (Balika Vadhu)ની બીજી સિઝનની સાથે પરત આવી રહી છે. થોડા દિવસ પહેલાં જ શોનાં મેકર્સે 'બાલિકા વધૂ 2' (Balika Vadhu 2)નો પહેલો પ્રોમો રિલીઝ કર્યો હતો. આ બાદ એક વધુ પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આનંદી અને જગ્યાની માસૂમિયત આજે પણ દર્શકો ભૂલી નથી શક્યા. આ વખતે શોમાં બાળ વિવાહ જેવી સામાજિક કુરીતિઓ પર બનાવવામાં આવ્યો છે. દર્શકો આ શો અંગે ઘણાં આતુર છે. તેની બીજી સીઝનની માંગ ફેન્સ ઘણાં સમયથી કરતાં હતાં હવે મેકર્સ દર્શકોની માંગણી પૂર્ણ કરવાં જઇ રહ્યાં છે.
રિલીઝ કરવામાં આવેલાં પ્રોમોમાં શ્રેયા પટેલ (Shreyta Patel) નજર આવે છે. નાનકડી આનંદીનાં રૂપમાં દર્શકોનું એન્ટરટેઇન કરવાની છે. આ સીરિયલમાં ગત સિઝનની જેમ જ બાળ વિવાહ પ્રથા સાથે જોડાયેલી કહાની પર ફોકસ કરવામાં આવસે. આ સીરિયલની સ્ટારકાસ્ટ લગભગ ફાઇનલ થઇ ગઇ છે. આ દિવસોમાંમાં 'બાલિકા વધૂ 2' (Balika Vadhu 2)ની શૂટિંગ રાજસ્થાનમાં થઇ રહી છે. ખબર મુજબ આ શોની આખી સ્ટાર કાસ્ટ ફાઇનલ થઇ ગઇ છે.
રિપોર્ટ્સ મુજબ, 'આપકી નજરોને સમજા' ફેઇમ શ્રેયા પટેલ (Sheya Patel) અને 'બાલવીર' ફેઇમ વંશ સયાની (Vansh Sayani) આ વખતે લીડ રોલ અદા કરી રહી છે. બાલિકા વધૂએ સીઝન 2માં રિદ્ધી નાયક શુક્લા, કેતકી દવે, સીમા મિશ્રા, અંશુલ ત્રિવેદી, સુપ્રિયા શુક્લા પણ છે. જોકે, ચેનલે હજુ સુધી શોની લોન્ચ ડેટ જાહેર કરી નથી. પણ સોર્સિસની માનીયે તો, ઓગસ્ટમાં આ શો ઓનએર કરવામાં આવશે. 'બાલિકા વધૂ'એ વર્ષ 2008માં શરૂ થયેલો આ શો સફળતાપૂર્વક 8 વર્ષો સુધી લોકોનું મનોરંજન કરતો રહ્યો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર