'બાલિકા વધૂ' ફેઇમ સુરેખા સીકરીનું નિધન, 75ની ઉંમરમાં દુનિયાને કહી અલવિદા

File Photo

Surekha Sikri Passes Away: પ્રખ્યાત ટીવી સીરિયલ 'બાલિકા વધૂ' અને ફિલ્મ 'બધાઇ હો'માં દાદીની ભૂમિકા અદા કરનારી એક્ટ્રેસ સુરેખા સીકરીનું નિધન થઇ ગયુ છે. તેમનાં મેનેજરે આ દુખદ સમાચારની પુષ્ટિ કરી છે.

 • Share this:
  Surekha Sikri Passes Away: નેશનલ ફિલ્મ પુરસ્કાર વિજેતા સુરેખા સીકરી (Surekha Sikri) હવે આપણી વચ્ચે નથી રીહ. 75 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી છે. તેઓ લાંબા સમયથી બિમાર હતાં. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થઇ ગયું છે. પ્રખ્યાત ટીવી સીરિયલ 'બાલિકા વધૂ' અને ફિલ્મ 'બધાઇ હો'માં દાદીની ભૂમિકા અદા કરનારી એક્ટ્રેસ સુરેખા સીકરીનું નિધન થઇ ગયુ છે. તેમનાં મેનેજરે આ દુખદ સમાચારની પુષ્ટિ કરી છે.

  આ પણ વાંચો- Deepika Padukone છે ગર્ભવતી? ખુલ્લા કપડાંમાં જોઇ યૂઝર્સે પૂછ્યું- 'બેબી બંપ છુપાવે છે?'

  સુરેખા સીકરી (Surekha Sikri)નાં મેનેજરે જણાવ્યું કે, આજે સવારે તેમણએ અંતિમ શ્વાસ લીધા છે. બીજા બ્રેઇન સ્ટ્રોક બાદ તેઓ તેમનાં સ્વાસ્થ્યથી ઘણાં પરેશાન હતાં. તેમને પહેલી વખત વર્ષ 2018માં બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જે બાદ તેમને પેરાલિસિસનો અટેક આવ્યો હતો.

  તે બાદ તેઓ સ્વસ્થ થયા પણ વધુ કામ ન કરી શક્યાં. ગત વર્ષે બીજી વખત તેમને સ્પેટમ્બર 2020માં બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જે બાદ તેમની તબિયત ઘણી બગડી હતી અને ઇજાલ માટે તેમણે આર્થિક મદદ પણ માંગી હતી.

  આ પણ વાંચો-PIC: કનિકા તિવારીનું ગજબ ટ્રાન્સફર્મેશન, 'અગ્નિપથ'માં બની હતી રિતિક રોશનની બહેન

  સુરેખા સીકરી થિએટર, ટીવી અને ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. તેમણે 3 વખત બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળી ચુક્યો છે. આ પુરસ્કાર તેમને ફિલ્મ તમસ (1988), મમ્મો (1995) અને બધાઇ હો (2018) માટે મળ્યો હતો.

  66માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં એક્ટ્રેસ સુરેખા સીકરીએ ફિલ્મ 'બધાઇ હો'માં દાદીનો યાદગાર રોલ અદા કર્યો હતો જે માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. સુરેખા સીકરી જ્યારે વ્હીલચેર પર એવોર્ડ લેવાં પહોંચ્યાં તો. તેમનાં સન્માનમાં લોકોએ ઉભા થઇને તાળીઓ પાડી હતી. એવોર્ડ મેળવ્યાં બાદ સુરેખાએ કહ્યું હતું કે, હું દિલથી ખુબજ ખુશ છું. અને આ ખુશી મિત્રો અને પરિવાર સાથે મળીને વહેંચીશ.

  ફિલ્મોની સાથે સાથે તેમણે ટીવીમાં 'બાલિકા વધૂ', 'એક થા રાજા એક થી રાની', 'સાત ફેરે', 'બનેગી અપની બાત', અને 'સીઆઇડી'માં કામ કર્યું છે.
  Published by:Margi Pandya
  First published: