Home /News /entertainment /

Bahubali: The Beginning: 150 કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ 'બાહુબલી: બિફોર ધ બિગિનિંગ'નું કામ અટકી પડ્યું

Bahubali: The Beginning: 150 કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ 'બાહુબલી: બિફોર ધ બિગિનિંગ'નું કામ અટકી પડ્યું

બાહુબલી ફાઈલ તસવીર

Bahubali: Before The Beginning:એવું સાંભળવામાં આવ્યું હતું કે 'બાહુબલીઃ બિફોર ધ બિગિનિંગ'માં એક વેબ સિરીઝ (Baahubali Before The Beginning Web Series) દ્વારા બાહુબલીની માતાની કહાની બતાવવામાં આવશે.

  એસએસ રાજામૌલી (SS Rajamouli)ની ફિલ્મો 'બાહુબલીઃ ધ બિગિનિંગ' (Bahubali: The Beginning) અને 'બાહુબલીઃ ધ કન્ક્લુઝન' (Bahubali: The Conclusion)ને જોરદાર સફળતા મળી હતી. જેના પછી રાજામૌલીના સહયોગથી જાણીતા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે 'બાહુબલી: બિફોર ધ બિગિનિંગ' (Bahubali: Before The Beginning) નામની બાહુબલી ફ્રેન્ચાઈઝીની પ્રિક્વલની જાહેરાત કરી. એવું સાંભળવામાં આવ્યું હતું કે 'બાહુબલીઃ બિફોર ધ બિગિનિંગ'માં એક વેબ સિરીઝ (Baahubali Before The Beginning Web Series) દ્વારા બાહુબલીની માતાની કહાની બતાવવામાં આવશે.

  જોકે થોડા મહિનાઓ પહેલા દિગ્દર્શક દેવા કટ્ટા (Director Deva Katta) જેઓ આ ફિલ્મનું નિર્દેશન કરવાના હતા. તેઓ આ પ્રોજેક્ટમાંથી અધવચ્ચે જ બહાર નીકળી ગયા હતા. એવું સાંભળવામાં આવ્યું હતું કે મેકર્સને તેમણે પ્લાન કરેલી કેટલીક વસ્તુઓ પસંદ આવી ન હતી. જેન પછી મુખ્ય ભૂમિકા માટે પસંદ કરાયેલી મૃણાલ ઠાકુર (Mrunal Thakur) પણ આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી ગઈ.

  દેવા કટ્ટાએ 100 કરોડથી વધુના બજેટવાળી ફિલ્મના પ્રી-પ્રોડક્શન વર્કને ફ્લેગ ઓફ કર્યું હતું,. ત્યારબાદ હૈદરાબાદમાં મોટા પાયે સેટ બનાવવામાં આવી રહ્યો હતો. નિર્માતાઓએ નવા ડાયરેકટર્સ કુણાલ દેશમુખ અને રિભુ દાસગુપ્તા સાથે સિરીઝને નવું રૂપ આપ્યું હતું. બંનેએ જુલાઈ 2021માં તેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

  'બાહુબલીઃ બિફોર ધ બિગિનિંગ' પર 150 કરોડ રૂપિયા ખર્ચાયા થઇ ગયા?
  હવે ફરી આ પ્રોજેક્ટનું કામ અટકી ગયું હોવાની ચર્ચા છે. ઈટાઇમ્સે પિંકવિલાના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે,‘પ્રી-પ્રોડક્શન લેવલ પર કરવામાં આવેલ કામ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના પરિપ્રેક્ષ્યમાં બિલકુલ મેળ ખાતું નથી. તેથી તેમણે આ પ્રોજેક્ટને હાલ પૂરતો મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. લગભગ 150 કરોડનો ખર્ચ કર્યા પછી ટીમે 200 કરોડ રૂપિયાનું રોકાણ કરવાને બદલે શૂટિંગ પહેલા પ્રોજેક્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

  આ પણ વાંચોઃ-Junagadh: વિચિત્ર અકસ્માતનો live video, ..અને એક્ટીવા ફૂડબોલની જેમ હવામાં ઉછળ્યું

  મેકર્સ જોખમ લેવા નથી માંગતા
  ન્યૂઝ પોર્ટલે એક સ્ત્રોતને ટાંકીને કહ્યું હતું કે,‘બાહુબલી આજના સમયમાં એક કલ્ટ છે અને તેઓ કોઈ એવી વસ્તુમાં જોખમ લેવા માંગતા નથી જેનો પ્રતિષ્ઠિત દરજ્જો હોય. તેઓ તેના પર ફરીથી કામ શરૂ કરી શકે છે પરંતુ કાગળ પરની સામગ્રી તેના વારસાને આગળ ધપાવવા માટે એટલી મજબૂત હોવી જોઈએ’.

  આ પણ વાંચોઃ-Mahisagar: ST બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા ભાઈ સહિત ત્રણના મોત

  સાઉથની સુપરસ્ટાર નયનતારા આ સિરીઝનો એક ભાગ
  મૃણાલ ઠાકુર ઉપરાંત અભિનેત્રી વામિકા ગબ્બી અને સાઉથ સુપરસ્ટાર નયનતારાને પણ તેના ડિજિટલ ડેબ્યૂ માટે પસંદ કરવામાં આવી હતી. જોકે વામિકા ગબ્બી તેનો ભાગ બની રહેશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. જ્યારે નયનતારા સિરીઝનો ભાગ બની રહેશે.
  Published by:ankit patel
  First published:

  Tags: Entertainment news, બાહુબલી

  આગામી સમાચાર