બાહુબલીના ડાયરેક્ટર SS રાજમૌલીને થયો કોરોના, ઘરે જ થયા ક્વોરન્ટાઈન

બાહુબલીના ડાયરેક્ટર SS રાજમૌલીને થયો કોરોના, ઘરે જ થયા ક્વોરન્ટાઈન
ફાઈલ તસવીર

મને અને તેમના પરિવારને હળવો તાવ હતો ત્યારબાદ તેમણે રિપોર્ટ કરાવાનો નિર્ણય લીધો હતો. રિપોર્ટમાં તેઓ કોરોના પોઝિટિવ મળ્યા હતા.

 • Share this:
  મુંબઈઃ પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલી અને બાહુબલી-2ના ડાયર્કેટર એસએસ રાજામૌલીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમને અને તેમના પરિવારને હળવો તાવ હતો ત્યારબાદ તેમણે રિપોર્ટ કરાવાનો નિર્ણય લીધો હતો. રાજામૌલીએ પોતે સત્તાવાર ટ્વિટર હેન્ડલ ઉપર ટ્વીટ કરીને આ અંગે ફેન્સને જાણકારી આપી હતી. તેમના આ ટ્વીટ ઉપર લોકોના રિપ્લાય કરીને તેઓ જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

  રાજામૌલીએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે મને અને મારા પરિવારને કેટલાક દિવસોથી તાવ હતો. જે ધીરે-ધીરે જાતે જ ઓછો થયો હતો પરંતુ અમે ટેસ્ટ કરાવ્યો હતો. પરિણામ અમે કોવિડ-19 હળવા પોઝિટિવ લક્ષણો મળ્યા હતા. અમે ડોક્ટરની સલાહ ઉપર હોમ ક્વોરન્ટાઈન થયા છીએ. અમારા કોઈનામાં અત્યારે કોઈ લક્ષણ નથી. સારું અનુભવી રહ્યા છીએ. પરંતુ તો પણ અમે પ્રિકોશન્સ અને ઈન્સ્ટ્રક્શન ફોલો કરી રહ્યા છીએ.  RRR ઉપર કરી રહ્યા છે કામ
  તેમણે લખ્યું છે કે અમે રાહ જોઈ રહ્યા છીએ કે વહેલી તકી એન્ટીબોડી ડેવલોપ થઈ જાય જેથી કરીને અમે પ્લાઝ્મા ડોનેટ કરી શકે. વર્કફન્ટની વાત કરીએ તો રાજામૌલી અત્યારે ફિલ્મ RRR ઉપર કામ કરી રહ્યા છે. ફિલ્મમાં એનટી રામા રાવ જૂનિયર લીડ રોલમાં છે. આ ઉપરાંત ફિલ્મમાં રામચરણ, આલિયા ભટ્ટ, અજય દેવગણ અને શ્રેયા સરન મહત્વના પાત્રો નિભાવી રહ્યા છે.

  આ પણ વાંચોઃ-સુરતઃ માથાની બીમારીના લીધે પરિવારે ઓનલાઈન અભ્યાસની ના પાડી, 16 વર્ષની સગીરાએ કર્યો આપઘાત

  આ પણ વાંચોઃ-સાજા થયેલા કોરોના દર્દીઓ સાવધાન! કોરોનામાંથી સાજા થયા બાદ એક વર્ષ સુધી રહે છે આ બીમારીનો ખતરો

  આ પણ વાંચોઃ-1 ઓગસ્ટથી લાગુ થશે Unlock-3.0, જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

  મનોરંજનની અનેક હસ્તીઓને પણ થયો કોરોના

  ઉલ્લેખનીય છે કે મનોરંજનની દુનિયામાં એક પછી એક હસ્તીઓને કોરોના વાયરસ પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. એસએસ રાજામૌલી પહેલા બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન સહિત તેમના પરિવારના લોકોને કોરોના થયો હતો. આ ઉપરાંત અનુપમ ખેરની માતા, ભાઈ-ભાભી તથા ભત્રીજી કોરોના પોઝિટિવ આવ્યા હતા.

  સાથે સાથે એક્ટ્રેસ રેશલ વ્હાઈટ પણ કોરોનાનો ભોગ બની હતી. હવે, ‘કસૌટી જિંદગી કે’માં અનુરાગ બનતો પાર્થ સમથાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
  Published by:ankit patel
  First published:July 29, 2020, 22:51 pm

  ટૉપ ન્યૂઝ