Home /News /entertainment /ફરી ઘોડી ચડવા તૈયાર છે બાદશાહ, પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા બાદ આ ખૂબસૂરત પંજાબી એક્ટ્રેસ સાથે લેશે સાત ફેરા
ફરી ઘોડી ચડવા તૈયાર છે બાદશાહ, પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા બાદ આ ખૂબસૂરત પંજાબી એક્ટ્રેસ સાથે લેશે સાત ફેરા
આ કપલ તેમના રિલેશનને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છે.
ફેમસ રેપર બાદશાહ (Badshah) જલ્દી જ તેની ગર્લફ્રેન્ડ અને પંજાબી એક્ટ્રેસ સાથે લગ્ન કરી શકે છે. રિપોર્ટ મળી રહ્યાં છે કે બંને તેમના રિલેશનને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છે.
મુંબઇ. આ વર્ષની શરૂઆતથી ઘણા સ્ટાર્સ બોલિવૂડમાં સાત ફેરા લઈ ચૂક્યા છે અને એવા ઘણા કપલ છે જેમના લગ્નના સમાચારો આવી રહ્યા છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના સમાચારો વચ્ચે હવે અન્ય સ્ટાર કપલ વિશે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. કેએલ રાહુલ-આથિયા શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી પછી બોલિવૂડ સિંગર અને રેપર બાદશાહ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.
ફેમસ રેપર અને સિંગર બાદશાહ (Badshah) આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે પત્ની જાસ્મિનથી અલગ થયા બાદ બાદશાહ ફરી એકવાર રિલેશનશિપમાં આવી ગયો છે. એવા સમાચાર હતા કે તે પંજાબી એક્ટ્રેસ ઈશા રિખીને (Isha Rikhi) ડેટ કરી રહ્યો છે. આ દરમિયાન હવે બંનેએ લગ્ન કરવાનું મન બનાવી લીધું છે.જી હા, આ કપલ તેમના રિલેશનને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છે.
હકીકતમાં, એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ, આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા ઉર્ફે બાદશાહ અને ઈશા રિખી આ મહિને લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્ન ગુરુદ્વારામાં થશે. રિપોર્ટ્સ અનુસાર, ઈશા તાજેતરમાં લગ્નની શોપિંગ કરતી વખતે જોવા મળી હતી. બીજી બાજુ, રિપોર્ટ અનુસાર, રેપર સાથે કામ કરનાર એક મ્યુઝિક લેબલના કર્મચારીએ પણ કથિત રીતે તેમના લગ્નની પુષ્ટિ કરી છે.
ગયા વર્ષથી તેમના રિલેશનના સમાચાર ઇન્ટરનેટ પર છવાયેલા છે. જો કે, કપલે ન તો આ સમાચારની પુષ્ટિ કરી કે ન તો નકારી કાઢી. બંને પોતાના રિલેશન અંગે મૌન સેવી રહ્યા છે.
આ પહેલા બાદશાહના નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે રેપર એક વર્ષથી પંજાબી એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે. બાદશાહ ઈશા રિખીને તેમના કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. બાદશાહ અને ઈશાએ પોતપોતાના પરિવારજનોને તેમના રિલેશન વિશે જણાવ્યું છે અને બધા તેનાથી ખુશ છે.
જણાવી દઇએ કે ઈશા સાથે બાદશાહના આ બીજા લગ્ન હશે. આ પહેલા વર્ષ 2012માં તેણે જાસ્મિન સાથે લગ્ન કર્યા હતા. 2020માં તેમના સંબંધોનો અંત આવ્યો હતો. બંનેને એક દીકરી જેસી ગ્રેસ મસીહ સિંહ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર