Home /News /entertainment /Bade Acche Lagte Hain 2: રામ-પ્રિયા બન્યા નકુલ અને દિશા, આવી હશે શોની કહાની

Bade Acche Lagte Hain 2: રામ-પ્રિયા બન્યા નકુલ અને દિશા, આવી હશે શોની કહાની

બડે અચ્છે લગતે હૈ-2

દિશા પરમાર અને નકુલ મહેતા પહેલીવાર 'પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા'માં સાથે જોવા મળ્યા હતા. અને આ શો ભારે હિટ રહ્યો હતો.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  પોપ્યુલર ટીવી સિરિયલ બડે અચ્છે લગતે હૈની બીજી સિઝન માટે ઘણા સમયથી ચાહકો રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે ચાહકો જે ક્ષણની રાહ જોતા હતા તે આવી ગઈ છે. એકતા કપૂર (Ekta Kapoor) દ્વારા બડે અચ્છે લગતે હૈ 2 (Bade Acche Lagte Hain 2)ના પ્રોમો શેર કરવામાં આવ્યા છે અને આ સાથે જ રામ અને પ્રિયાની લોકપ્રિય જોડી પણ પરત ફરી છે.

ઉલ્લેખનીય છે કે, બડે અચ્છે લગતે હૈં 2 જાહેરાત થઈ ત્યારથી જ હેડલાઇન્સમાં ચમકી હતી. આ દરમિયાન શોની કાસ્ટને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. જ્યારે નકુલ મહેતા (Nakuul Mehta)ને રામની ભૂમિકા ભજવવા માટે ફાઇનલ કરવામાં આવ્યા હતા. ત્યારે દિવ્યાંકા ત્રિપાઠી અને દેવોલીના ભટ્ટાચારજીનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ અંતે રોલ દિશા પરમાર (Disha Parmar)ને મળ્યો હતો.

પહેલી સીઝનમાં રામ કપૂર (Ram Kapoor) અને સાક્ષી તંવર (Sakshi Tanwar)ની પ્રખ્યાત જોડી જોવા મળી હતી. હવે તેમના પાત્રો દિશા પરમાર અને નકુલ મહેતા ભજવી રહ્યા છે. બડે અચ્છે લગતે હૈં 2 માં નકુલ મહેતા રામ બન્યા છે, જ્યારે દિશા પરમાર પ્રિયા બની છે.બડે અચ્છે લગતે હૈ 2નો પ્રોમો એકતા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ (Ekta Kapoor Instagram) એકાઉન્ટ પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે, રામ અને પ્રિયાને મળો.

દિશા પરમારે તેના ટ્વિટર એકાઉન્ટ પર શોનો પ્રોમો શેર કર્યો છે અને કેપ્શન આપ્યું છે કે, કેટલીકવાર અપેક્ષા મુજબ સારી વસ્તુઓ થાય છે. દિશા પરમારે ટ્વિટમાં પોતે નર્વસ, ઉત્સાહિત હોવાનું પણ કહ્યું હતું. પ્રથમ સિઝનને જેટલો પ્રેમ આપ્યો તેટલો જ પ્રેમ આ સિઝનને આપવા પણ કહ્યું હતું.

પ્રથમ સીઝનની જેમ બીજી સીઝનમાં પણ રામ અને પ્રિયાના જીવનમાં અસમંજસ છે. તેઓ 30 વર્ષની ઉંમરે એકલતાનું જીવન જીવી રહ્યા છે. તેઓ પોતાના માટે યોગ્ય સાથીની શોધમાં છે. પ્રોમોની શરૂઆત એક પાર્ટીથી થાય છે, જ્યાં રામ અને પ્રિયા એકબીજાને મળે છે. બંને એકબીજાને લગ્ન ન કરવાનું કારણ પૂછે છે. રામ પ્રિયાને પૂછે છે કે, તમે 32 વર્ષના છો તો હજી સુધી લગ્ન કેમ નથી કર્યા? જેના જવાબમાં પ્રિયા કહે છે કે, તમે 38 વર્ષના છો તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા? ત્યારબાદ રામ પ્રિયાને કહે છે કે લગ્નના ત્રણ તબક્કા છે. પહેલો તબક્કો એ છે કે જ્યારે તમારી પાસે ખૂબ જ સારા વિકલ્પો હોય અને તમને લાગે કે તમને વધુ સારો વિકલ્પ મળી શકે છે. બીજો તબક્કામાં તને કોકને પ્રેમ કરો છો પણ તે તમારું હૃદય તોડી નાખે છે અને ત્રીજા તબક્કામાં તમે કોઈ પણ વિકલ્પ પસંદ કરવા તૈયાર છો પરંતુ કોઈ વિકલ્પ બચતો જ નથી.

રામની આ વાત સાંભળ્યા બાદ પ્રિયા કહે છે કે, તમે કયા સ્ટેજમાં છો? તો રામ કહે છે કે, બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે. ત્યારે પ્રિયા કહે છે કે, ચાલો આપણી વચ્ચે કંઈક તો સામ્ય છે. ત્યારબાદ બંને હાથ જોડે છે અને એકબીજાનો પરિચય આપે છે. આ સીનમાં બેકગ્રાઉન્ડ વોઇસમાં કહેવાય છે કે, લગ્ન બાદ પ્રેમ થતા થતા, થઈ જાય છે.

નોંધનીય છે કે, આ બંનેએ એક જ સિરિયલથી ડેબ્યુ કર્યું હતું. દિશા પરમાર અને નકુલ મહેતા પહેલીવાર 'પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા'માં સાથે જોવા મળ્યા હતા. અને આ શો ભારે હિટ રહ્યો હતો. દિશાએ તાજેતરમાં બિગ બોસના સ્પર્ધક અને ગાયક રાહુલ વૈદ્ય સાથે લગ્ન કર્યા છે. રાહુલે બિગ બોસના ઘરમાં જ દિશાને પ્રપોઝ કર્યું હતું.

આ શો અંગે ચાહકો પોતાનો ઉત્સાહ કોમેન્ટ કરી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક ચાહકોએ શો માટે અભિનંદન પાઠવ્યા છે, તો એક ચાહકે પ્રોમો 10થી વધુ વખત જોયો હોવાનું કહ્યું છે. શોનો આ પ્રોમો ખૂબ જ સરળ રીતે ચાહકોની સામે રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રોમો અત્યારે ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે, શોના ટેલિકાસ્ટ બાદ ચાહકોને આ નવા રામ પ્રિયા કેટલી પસંદ આવે છે?
First published:

Tags: Bade Acche Lagte Hain 2, Disha parmar, Ekta Kapoor, Nakuul Mehta

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો