Home /News /entertainment /

Bachchan Pandey New Release Date: અક્ષય કુમારની 'બચ્ચન પાંડે' સાથે આ વર્ષે હોળીની ઉજવણી કરો, નવી રિલીઝ ડેટ જાહેર

Bachchan Pandey New Release Date: અક્ષય કુમારની 'બચ્ચન પાંડે' સાથે આ વર્ષે હોળીની ઉજવણી કરો, નવી રિલીઝ ડેટ જાહેર

અક્ષય કુમારની બચ્ચન પાંડે ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર

Bachchan Pandey New Release Date : અક્ષય કુમારે (Akshay Kumar) 'બચ્ચન પાંડે' (Bachchan Pandey) ના પોસ્ટર શેર કરી કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડિસ, અરશદ વારસી અને પંકજ ત્રિપાઠીને પણ ટેગ કર્યા છે.

    Bachchan Pandey New Release Date : અક્ષય કુમારે (Akshay Kumar) તેની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે' (Bachchan Pandey) ની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. અક્ષય કુમારની આ મોસ્ટ અવેઇટેડ ફિલ્મ અગાઉ ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરી (Bachchan Pandey release date) પર રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મની નવી રિલીઝ ડેટ થોડી આગળ વધારવામાં આવી છે. અક્ષય કુમારે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના બે નવા પોસ્ટર સાથે ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે.

    અક્ષય કુમારે તેની ઇન્સ્ટા પોસ્ટમાં ફિલ્મના બે નવા પોસ્ટર સાથે લખ્યું, 'એક્શન, કોમેડી, ડ્રામા અને રોમાન્સ.. આ વર્ષે હોળી માટે લોડ કરવામાં આવી રહી છે.' આ સાથે તેણે તેની પોસ્ટમાં એમ પણ કહ્યું છે કે, ફિલ્મ 'બચ્ચન' પાંડે' આ વર્ષે હોળીના અવસર પર 18 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સાથે તેણે પોતાની પોસ્ટમાં કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડિસ, અરશદ વારસી અને પંકજ ત્રિપાઠીને પણ ટેગ કર્યા છે.



    અક્ષયે આ ફિલ્મના બે સુંદર પોસ્ટર પણ રિલીઝ કર્યા છે, જેમાં અક્ષયનો એકદમ અલગ અને ખતરનાક લુક પણ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના નવા પોસ્ટરોએ ચાહકોમાં વધુ ઉત્તેજના પેદા કરી છે. આ ફિલ્મમાં અક્ષય સાથે કૃતિ સેનન અને જેકલીન જોવા મળશે. 'બચ્ચન પાંડે' કૃતિ સેનન અને અક્ષય કુમારની બીજી ફિલ્મ છે. આ પહેલા આ જોડી 'હાઉસફુલ 4'માં જોવા મળી છે.

    Instagram Printshot


    તો, અક્ષય વિશે વાત કરીએ તો, નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે આ તેની 10મી ફિલ્મ હશે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર સતત ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. ફિટનેસ અને કામ પ્રત્યેના જુસ્સાનું જ પરિણામ છે કે, ગયા વર્ષે એટલે કે 2021માં બોલિવૂડના ખેલાડી કુમારની ઘણી ફિલ્મો રિલીઝ થઈ. 'સૂર્યવંશી', 'બેલબોટમ' અને 'અતરંગી રે'ને દર્શકોએ વખાણી છે. આ વર્ષે પણ કંઈક આવો જ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે.

    આ પણ વાંચોPICS: શનાયા કપૂરનો શોર્ટ્સ-બ્રાલેટમાં બોલ્ડ અવતાર, અનન્યા પાંડે અને સુહાના ખાન પણ આશ્ચર્ય

    ઘણા કલાકારો એક-બે પ્રોજેક્ટમાં સાથે કામ કરી રહ્યા છે ત્યારે અક્ષય કુમાર એક સાથે ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. કેટલીક ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, તો ઘણી ફિલ્મો બાકી છે. 'બચ્ચન પાંડે' ઉપરાંત અક્ષયની આગામી ફિલ્મોમાં 'રક્ષા બંધન', 'મિશન સિન્ડ્રેલા', 'પૃથ્વીરાજ' અને 'રામ સેતુ'નો સમાવેશ થાય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Akshay Kumar News, Bollywood Latest News, Bollywood News in Gujarati, અક્ષય કુમાર

    આગામી સમાચાર