Bachchan Paandey BO Collection Day 2: બીજા દિવસે 'બચ્ચન પાંડે' સુસ્ત રહી, જાણો કેટલું રહ્યું કલેક્શન
Bachchan Paandey BO Collection Day 2: બીજા દિવસે 'બચ્ચન પાંડે' સુસ્ત રહી, જાણો કેટલું રહ્યું કલેક્શન
બચ્ચન પાંડે ફિલ્મની બીજા દિવસની કમાણી
Bachchan Paandey Box Office Collection Day 2 : અન્ય ફિલ્મોની જેમ, બચ્ચન પાંડે (Bachchan Paandey) પણ શરૂઆતના દિવસોમાં જ કાશ્મીર ફાઇલ્સ સામે ધીમી પડી રહી છે. હવે રવિવારની કમાણી પર બધાની નજર રહેશે, નિર્માતાઓને ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે.
Bachchan Paandey Box Office Collection Day 2 : અક્ષય કુમાર (Akshay Kumar), જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને કૃતિ સેનન (Kriti Sanon) ની ફિલ્મ બચ્ચન પાંડેએ (Bachchan Paandey) હોળીના અવસરે સિનેમાઘરોમાં ધમાલ મચાવી હતી. અક્ષય કુમારના ફેન્સ લાંબા સમયથી તેની ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા, જે હવે રિલીઝ થઈ ગઈ છે. પરંતુ, અક્ષય કુમારની 'બચ્ચન પાંડે' એવા સમયે રિલીઝ થઈ છે જ્યારે વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ સર્વત્ર ધૂમ મચાવી છે. આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી' અને સુપરસ્ટાર પ્રભાસની 'રાધે-શ્યામ' આ ફિલ્મ પહેલાથી જ પ્રભાવિત થઈ ચૂકી છે અને હવે અક્ષય કુમારની 'બચ્ચન પાંડે' પર પણ તેની અસર જોવા મળી રહી છે.
એવી આશા હતી કે, ફિલ્મ રિલીઝના પહેલા દિવસે 15 કરોડથી વધુનો બિઝનેસ કરશે. પરંતુ, શરૂઆતના દિવસે બચ્ચન પાંડેએ લગભગ 13.25 કરોડનો બિઝનેસ કર્યો હતો. પરંતુ, તેની રિલીઝના બીજા દિવસે તો, બચ્ચન પાંડેએ પ્રથમ દિવસ કરતા પણ ઓછી કમાણી કરી છે. ફિલ્મે રિલીઝના બીજા દિવસે 11 કરોડની કમાણી કરી છે. આ પ્રમાણે 'બચ્ચન પાંડે'એ 2 દિવસમાં 23 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. તો, હવે રવિવારની કમાણી પર બધાની નજર રહેશે, નિર્માતાઓને ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે.
શુક્રવારની સરખામણીમાં બચ્ચન પાંડેની કમાણીમાં શનીવારે ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે કાશ્મીર ફાઇલ્સ કમાણીની દ્રષ્ટિએ 9મા દિવસે પણ પ્રગતિ કરતી દેખાય છે. કાશ્મીર ફાઇલ્સ કમાણીની બાબતમાં રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. આવી સ્થિતિમાં, અન્ય ફિલ્મોની જેમ, બચ્ચન પાંડે પણ શરૂઆતના દિવસોમાં જ કાશ્મીર ફાઇલ્સ સામે ધીમી પડી રહી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે બચ્ચન પાંડેની કમાણી વિશે એક ટ્વિટ કર્યું છે. જેની સાથે તેણે જણાવ્યું છે કે, ફિલ્મે બીજા દિવસે 11 કરોડનું કલેક્શન કર્યું છે. બીજી તરફ, કાશ્મીર ફાઇલ્સે શુક્રવારે 19.15 કરોડ અને શનિવારે 24.80 કરોડની કમાણી કરી હતી. માત્ર 14 કરોડમાં બનેલી આ ફિલ્મ રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મમાં પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને અનુપમ ખેરે મહત્વની ભૂમિકાઓ ભજવી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર