Home /News /entertainment /'તારક મહેતા' પહેલાં આ ટીવી શૉમાં સાથે જોવા મળ્યા હતા 'જેઠાલાલ' અને 'બબીતા', જેઠાલાલને કારણે બબીતાજીની શોમાં એન્ટ્રી મળી હતી

'તારક મહેતા' પહેલાં આ ટીવી શૉમાં સાથે જોવા મળ્યા હતા 'જેઠાલાલ' અને 'બબીતા', જેઠાલાલને કારણે બબીતાજીની શોમાં એન્ટ્રી મળી હતી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. ટીઆરપી લિસ્ટમાં હંમેશાં ટોપ પર રહેતો તારક મહેતા શોના કેરેક્ટર્સ પણ બધાના દિલમાં વસી ગયા છે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. ટીઆરપી લિસ્ટમાં હંમેશાં ટોપ પર રહેતો તારક મહેતા શોના કેરેક્ટર્સ પણ બધાના દિલમાં વસી ગયા છે

    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. ટીઆરપી લિસ્ટમાં હંમેશાં ટોપ પર રહેતો તારક મહેતા શોના કેરેક્ટર્સ પણ બધાના દિલમાં વસી ગયા છે અને જ્યારે કેરેક્ટર્સની વાત હોય તો જેઠાલાલ અને બબીતાજીની હેલ્ધી ફ્લટિંગને કોઈ કેવી રીતે ભૂલી શકે. જેઠાલાલને બબીતાજી પ્રત્યે ક્રશ છે તે કહાનીને અલગ જ રીતે દર્શાવવામાં આવે છે.

    આ પણ વાંચોઃ- ‘તારક મહેતા’ ફેમ રીટા રિપોર્ટરે ટ્રેડિશનલ લુકમાં આપ્યા કાતિલ પોઝ, ઈન્ટરનેટ પર ફોટોએ મચાવી ધૂમ

    જેઠાલાલ બબીતાજીના દીવાના છે


    શોમાં તમે હંમેશાં જેઠાલાલને બબીતાજીની આસપાસ જોયા હશે. જેઠાલાલ જે કામ પોતાની પત્ની દયા કે બાપુજીના કહેવા પર નથી કરતા, તે કામ તેઓ બબીતાજીના એક ઈશારા પર કરે છે. સૂર્ય નમસ્કાર પછી સૌથી પહેલા બબીતાજીની બાલ્કની તરફ નજર જાય છે, જેથી તેઓ બબીતાજીની એક ઝલક જોઈ શકે. પરણિત હોવા છતાં પણ જેઠાલાલની નજર હંમેશાં બબીતાજી પર રહે છે.



    ત્યારે આવી સ્થિતિમાં સિરિયલમાં બબીતાજી પણ તેમની સાથે પ્રેમથી વાત કરે છે કે ‘શું તમે પણ જેઠાજી’ કહીને જતી રહે છે. પરંતુ સવાલ વાસ્તવિક જીવનમાં બબીતાજી શું કરે છે?

    મુનમુન પર પરિણીત મિત્રો પણ દિવાના છે


    અમે તમને સિરિયલની બબીતાજીની વાત જણાવી. પરંતુ રીલ નહીં રિયલ લાઈફમાં પણ બબીતાજી એટલે કે મુનમુન દત્તાની પાછળ તેના પરિણીત મિત્રો પડ્યા છે. એક ઈન્ટરવ્યુમાં મુનમુને જણાવ્યું હતું કે, તેના પરિણીત મિત્રો કેવી રીતે તેની સાથે ફ્લર્ટ કરે છે અને તે તેમને તેનો શું જવાબ આપે છે. સ્વભાવિક છે કે મુનમુન દત્તા છે જ એટલી સુંદર કે કોઈપણ તેની પાછળ પાગલ થઈ જાય.

    મુનમુને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના ઘણા પરણિત મિત્રોને તેના પર ક્રશ છે. તેઓ તેણે પસંદ કરે છે. આ વાત મુનમુનને ઘણી વખત તેના મિત્રો કહી ચૂક્યા છે અને તે તેનો જવાબ પણ આપે છે. મુનમુને જણાવ્યું- કોઈ સ્ત્રીને આ પ્રકારનું અટેન્શન પસંદ નહીં આવે. સ્વભાવિક છે કે મને પણ નથી ગમતું. મને ઘણા લોકો પસંદ કરે છે મારા વખાણ કરે છે. તેમાંથી ઘણા પરિણીત પણ છે. પરંતુ તેઓ કોઈ નુકસાન પહોંચાડે તેવા મિત્રો નથી. તે લોકો જે પ્રશંસા કરે છે તે નુકસાનકારક નથી. તે સારી પ્રશંસા કરે છે. તેઓ ખુલીને મને કહે છે, અમને તારા પર ક્રશ છે. હું પણ જવાબમાં તેમને કહું છું કે- સારું.

    મુનમુનની કરિયર


    મુનમુન પોતાની કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. ફેશન ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકેલી મુનમુન એક્ટિંગમા ડેબ્યુ સિરિયલ ‘હમ સબ બારાતી’થી કરી હતી. આ સિરિયલમાં પણ તેની સાથે દિલિપ જોશી એટલે કે જેઠાલાલ હતા. અહીંથી તેની અને દિલિપી ઓળખાણ થઈ હતી. મુનમુનને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં લાવનાર પણ દિલિપ જોશી જ હતા. તેના પછી મુનમુને બબીતાીનું નામ ઘર ઘરમાં ફેમસ થઈ ગયું.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Babitaji, Jethalal, Taarak Mehta Ka Oolta Chashmah

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन