Home /News /entertainment /VIDEO: જેઠાલાલની બબીતાજી નવરાત્રિના રંગે રંગાઈ, ચણિયા ચોળી પહેરી ગરબા રમી

VIDEO: જેઠાલાલની બબીતાજી નવરાત્રિના રંગે રંગાઈ, ચણિયા ચોળી પહેરી ગરબા રમી

'બબીતાજી' રંગાયાં ગરબાના રંગે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)ના દરેક કલાકાર સમગ્ર દેશમાં લોકપ્રિય છે. ત્યારે આ સ્ટાર્સના વાસ્તવિક જીવન વિશે જાણવા માટે ફેન્સ આતુર રહે છે.

    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)ના દરેક કલાકાર સમગ્ર દેશમાં લોકપ્રિય છે. ત્યારે આ સ્ટાર્સના વાસ્તવિક જીવન વિશે જાણવા માટે ફેન્સ આતુર રહે છે. તેમજ ઘણા કલાકારો લોકોના દિલમાં વસી ગયા છે. તેમાંથી એક છે મુનમુન દત્તા, જેને શોમાં બબીતાજીના રોલથી લોકપ્રિયતા મળી છે.

    વીડિયો વાયરલ થઈ રહ્યો છે










    View this post on Instagram






    A post shared by ‍♀️ (@mmoonstar)






    લેટેસ્ટ વીડિયોમાં મુનમુન ડાર્ક ગ્રીન કલરની ફ્લોરલ પ્રિન્ટેડ ચણિયા ચોળી પહેરી છે. તેણે પોતાના લુકને કમ્પ્લિટ કરવા માટે ગ્લોસી મેકઅરપ કર્યો હતો. તેમજ મુનમુન દત્તાએ હેવી જ્વેલરી પહેરી છે અને વાળમાં ગજરો લગાવીને ચોટલો બાંધ્યો છે. મુનમુનના આ લુકને જોઈ કહી શકાય છે કે તે ગરબા રમવા માટે તૈયાર છે.



    આ પણ વાંચોઃ વડોદરામાં બબીતાજી નવરાત્રીના રંગમાં રંગાયા, ખેલૈયાઓએ જોવા કરી પડાપડી

    મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેમજ મુનમુન દત્તા, એટલે કે 'બબીતા ​​જી' અવારનવાર પોતાની સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેમાં તે 'ઊડી ઊડી જાયે' ગીત પર ગરબા કરતી જોવા મળી હતી. પોતાનો આ વીડિયો પોસ્ટ કરતી કેપ્શનમાં લખ્યું હતું કે 'નવરાત્રિનો રંગ.' હવે તેનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લોકોએ તેના વખાણ કરતી ઘણી કોમેન્ટ્સ પણ કરી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Babita Ji, Munmun Dutta, Navratri 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन