Home /News /entertainment /

100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરશે ટાઇગરની 'બાગી-2'

100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરશે ટાઇગરની 'બાગી-2'

ફિલ્મની પસંદગી જોઇને લાગે છે કે બીજા અઠવાડિયાનાં વિકએન્ડ પહેલાં જ ફિલ્મ 100 કરોડ ક્લબમાં શામેલ થઇ જશે

ફિલ્મની પસંદગી જોઇને લાગે છે કે બીજા અઠવાડિયાનાં વિકએન્ડ પહેલાં જ ફિલ્મ 100 કરોડ ક્લબમાં શામેલ થઇ જશે

    મુંબઇ: બાગી-2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 30 એપ્રિલે રિલીઝ થયેલી 25.10 કોરડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. આ સાથેજ ફિલ્મને લાંબા વિકએન્ડનો બહોળો ફાયદો થયો છે. શનિવારે ફિલ્મે 20.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

    ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટ કરીને જણાવ્યું કે ફિલ્મે રવિવારે 1 એપ્રિલનાં રોજ 28 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મે અત્યાર સુધીમાં કૂલ 73.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કમાણી જો આમ જ ચાલુ રહેશે તો બીજા અઠવાડિયાનાં વિકએન્ડ પહેલાં જ ફિલ્મ 100 કરોડ ક્લબમાં શામેલ થઇ જશે.





    એક્શનથી ભરપૂર આ ફિલ્મને સારોએવો રિસ્પોન્સ મળી રહ્યો છે. તેમજ ટાઇગર અને દિશાની પર પણ દર્શકોને પસંદ પડે તેવી છે. આ ફિલ્મ વર્ષ 2016માં આવેલી બાગીની સિક્વલ છે. ગત ફિલ્મમાં ટાઇગર અને શ્રદ્ધા એક સાથે નજર આવ્યા હતાં. આ વખતે ટાઇગરે તેની રિઅલ લાઇફ ગર્લફ્રેન્ડ દિશા પટની સાથે જોડી જમાવી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: 100 cr club, Action Pack Movie, Baaghi 2, Box office Collection, Disha Patni, Tiger Shroff

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन