BA Pass 3: ભગવાન વિષ્ણુ અને વિશ્વામિત્ર ન સમજી શક્યા મહિલાને, જુઓ મજેદાર ડાઇલોગ્સ વાળુ ટ્રેલર

BA Pass 3: ભગવાન વિષ્ણુ અને વિશ્વામિત્ર ન સમજી શક્યા મહિલાને, જુઓ મજેદાર ડાઇલોગ્સ વાળુ ટ્રેલર
B A PASS 3નું જુઓ ટ્રેલર

ફિલ્મ 'બીએ પાસ 3' ની વાર્તા આડા સંબંધોની આસપાસ બતાવાઈ છે, જે લોકો આ સંબંધ બનાવે છે તેમને પછીથી સજા મળે છે. આ ફિલ્મ એક બેરોજગાર યુવક અંશુલનાં જીવન પર આધારીત છે

  • Share this:
પ્રોડ્યુસર-ડિરેક્ટર નરેન્દ્ર સિંહ બીએ પાસ ફ્રેન્ચાઇઝીથી ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા માટે આવી રહ્યા છે. આ ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ છે, જેનું નામ 'બીએ પાસ 3' છે. આ ફિલ્મ 1 મેના રોજ નવા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલીઝ કરાયું હતું. ત્યારે દર્શકો આ ફિલ્મના સ્ટ્રીમિંગની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ ફિલ્મ બોક્સ એપ પર રિલીઝ થશે. ફિલ્મમાં સન્ની સચદેવા, અંકિતા ચૌહાણ, અરમાન સંધુ, અંકિતા સાહુ જેવા ઘણા કલાકારો છે. ફિલ્મના ટ્રેલરને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

ફિલ્મ 'બીએ પાસ 3' ની વાર્તા આડા સંબંધોની આસપાસ બતાવાઈ છે, જે લોકો આ સંબંધ બનાવે છે તેમને પછીથી સજા મળે છે. આ ફિલ્મ એક બેરોજગાર યુવક અંશુલનાં જીવન પર આધારીત છે, જે એક પરિણીત સ્ત્રી સાથે રિલેશનશિપમાં પડે છે. તેના ટ્રેલરમાં ઘણા રસપ્રદ અને ઘણાં મજેદાર સંવાદો છે. જેમ કે- 'તૂ જો એક પરફેક્ટ લડકી કી તલાશ મેં હૈ ના, વો એક્ઝિસ્ટ હી નહીં કરતી'. બીજો ડાયલોગ છે- 'ભગવાન વિષ્ણુ ઔર વિશ્વામિત્ર લડકી કો નહીં સમજ પાયે તો તૂ ક્યા ચીજ હૈ.'



આ અંગે નરેન્દ્ર સિંહે જણાવ્યું કે, હું ફિલ્મીબોક્સ એપના લોન્ચિંગને લઈને ખુબ એક્સાઈટેડ છું. આ એપ પર સ્ટ્રીમ થનારી આ પ્રથમ ફિલ્મ હશે. આ મહામારીએ મને ડિજિટલ થવા પ્રેરિત કર્યો છે, કારણ કે દર્શકો OTT પર ડિજિટલ કન્ટેન્ટ જોવાનું વધુ પસંદ કરે છે.

તેમણે ફિલ્મી બોક્સ અંગે જણાવ્યું કે, અમે બધા જ જોનરમાં 2021માં રિલીઝ થનારી 30 ફિલ્મો અને 10 વેબ સિરીઝ બનાવી છે. જેનું કન્ટેન્ટ હિન્દી, તમિલ, તેલુગુ અને બંગાળીમાં છે. આગામી સમયમાં વધુ ભાષાઓ પણ તેમાં ઉમેરવામાં આવશે.

BA Pass 3 બીએ પાસ 3, Entertainment એન્ટરટેનમેન્ટ , Bollywood બોલીવુડ
Published by:News18 Gujarati
First published:April 28, 2021, 15:53 pm

ટૉપ ન્યૂઝ