Home /News /entertainment /સિંગર બી પ્રાકની પત્ની મીરાએ સોશિયલ મીડિયા પર લખી ભાવૂક પોસ્ટ, જણાવ્યું બાળકી ગુમાવવાનું દુખ
સિંગર બી પ્રાકની પત્ની મીરાએ સોશિયલ મીડિયા પર લખી ભાવૂક પોસ્ટ, જણાવ્યું બાળકી ગુમાવવાનું દુખ
સિંગર બી પ્રાકની પત્ની મીરાની ભાવૂક પોસ્ટ
B Praak and wife Meera Bachan emotional note: સિંગર બી પ્રાક (B Praak)ની પત્ની મીરા બચ્ચન (Meera Bachan)એ સોશિયલ મીડિયા પર તેનાં બીજા બાળકનાં ગુમાવ્યા પર દુખ જાહેર કર્યું છે. આ પોસ્ટમાં તે તેનું નવજાત ગુમાવવાં પર લખે છે તેણે બાળકને ' ખાસ ફરિશ્તા' નામથી સંબોધ્યું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'તેરી મિટ્ટી મે મિલ જાવા..' અને 'ફિલહાલ' જેવા ગીતો આપીને ફેમસ થયેલા સિંગર બી પ્રાક (B Praak) હાલમાં તેનાં જીવનનાં સૌથી ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ સિંગરે તેનું નવજાત બાળક ગુમાવ્યું. તેની પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો જે જન્મનાં થોડા જ સમયમાં મૃત્યુ પામી હતી. નવજાત શિશુના મૃત્યુ પછી, બી પ્રાકે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું અને ચાહકોને ગોપનીયતા જાળવવાની અપીલ કરી. હવે લગભગ 10 દિવસ બાદ બી પ્રાકની પત્ની મીરા બચ્ચને સોશિયલ મીડિયા પર બાળકના નામ પર એક ઈમોશનલ પોસ્ટ લખીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
બી પ્રાકની પત્ની મીરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક લાગણીસભર પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેણે પોતાના નવજાતને 'ખાસ ફરિશ્તા' નામથી સંબોધ્યા છે. તેની પોસ્ટ ખરેખર ખૂબ જ ઈમોશનલ છે. આમાં તેણીએ તે તમામ બાબતો લખી છે જે તે હાલનાં દિવસોમાં શું અનુભવી રહી છે.
સિંગર બી પ્રાકની પત્ની મીરાની ભાવૂક પોસ્ટ
મીરા બચ્ચનની ભાવનાત્મક પોસ્ટ આ પોસ્ટ શેર કરતા મીરા બચ્ચને કેપ્શનમાં લખ્યું કે, "સ્વર્ગમાં એક ખાસ દેવદૂત છે, જે મારો એક ભાગ છે, આ તે જગ્યા નથી જ્યાં હું તેને ઇચ્છતી હતી. પરંતુ આ ભગવાન તેને ઇચ્છતા હતા. તે એક ક્ષણ માટે શૂટિંગ સ્ટારની જેમ અહીં આવ્યો. જો કે, હવે તે સ્વર્ગમાં છે, પરંતુ તે દૂર નથી. તેણે અહીં આવીને ઘણા લોકોના હૃદયને સ્પર્શી લીધું, જે માત્ર એક દેવદૂત જ કરી શકે છે."
બાળકને હંમેશા પ્રેમ કરશે મીરાએ પોસ્ટમાં આગળ લખ્યું, “જો હું તને ઓળખતી તો હું તેને ખૂબ જ પ્રેમ કરતી હોત. ભલે તમે હવે તુ મારી સાથે નથી, હું તને ક્યારેય પ્રેમ કરવાનું બંધ કરીશ નહીં. હું દરેક ક્ષણે તારા વિશે વિચારું છું અને માત્ર એટલું જ ઈચ્છું છું કે હું મારા પોતાના સારા માટે સમય ફેરવી શકું અને તમને કહી શકું કે અમે તમને કેટલો પ્રેમ કરીએ છીએ.
તેણી આગળ લખે છે કે તારું હૃદય જે ઘણા મહિનાઓથી જોરદાર ધડકતું હતું તે હવે શાંત છે. તારા હાથ પગ આટલા મહિનાઓથી સતત ચાલતા હતા તે હવે બંધ થઈ ગયા છે. તને મોટી થતી જોવાના, તને મજબુત રીતે પકડી રાખવાના અમે ઘણા સપના જોયા હતા, પણ નસીબ એવું છે કે હવે હું મારા સપનામાં માત્ર તારું સ્મિત જોઈશ. આ મા તને હંમેશા પ્રેમ કરશે અને સત્ય એ છે કે તમે મારા હતા, મારા છો અને હંમેશા મારા જ રહેશો. હું તને પ્રેમ કરું છું મારી એન્જલ"
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર