આયુષ્યમાન ખુરાના પોતાની આગામી ફિલ્મના નિર્દેશક અનુભવ સિન્હા સાથે હાલમાં જ એક ઇવેન્ટમાં ફિલ્મના અનસેન ફૂટેજની એક ઝલક શેર કરતા જોવા મળ્યો હતો. આ ઇવેન્ટમાં ‘આર્ટિકલ 15’ના મુખ્ય અભિનેતા આયુષ્યમાન ખુરાના અને નિર્દેશક અનુભવ સિન્હાએ ભારત વિ. પાકિસ્તાન થીમ પર આધારિત એક અસામાન્ય રુપથી મનોરંજક વીડિયો બતાવ્યો હતો. જેમાં સામાજિક મુદ્દા ઉપર અને રાષ્ટ્ર વચ્ચે એકતાનો સંદેશો આપ્યો હતો.
આ પ્રસંગે આયુષ્યમાન ખુરાના અને અનુભવ સિન્હા સાથે પૂર્વ અભિનેતા અનંગ દેસાઈ, અનુભવી મ્યૂઝીક ડિરેક્ટર લલિત પંડિત પણ ઉપસ્થિત રહ્યા હતા.
‘આર્ટિકલ 15’ના ટ્રેલરે પોતાના હાર્ટ હિટિંગ મેસેજ ‘અબ ફર્ક લાયેંગે’ની સાથે ઘણા લોકોના દિલ જીતી લીધા છે. આયુષ્યમાન ખુરાના આ ફિલ્મમાં પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે. જે સોસાયટીમાં પરિવર્તન લાવવા તપાસનું નેતૃત્વ કરતો જોવા મળશે.
આયુષ્યમાન ખુરાના અભિનિત ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા એક એવી ફિલ્મ છે, જે દરેક વ્યક્તિથી સમાજમાં ફેરફાર લાવવાની માંગણી કરે છે. હાલમાં જ રિલીઝ કરવામાં આવેલા ઇમોશનલ અને હાર્ડ હિટિંગ ટ્રેલરે પોતાની સામાજિક રુપથી સંચાલિત કહાનીએ દર્શકોને મોહિત કરી દીધા છે અને બધા વચ્ચે પ્રશંસાનું પાત્ર બન્યું છે. " isDesktop="true" id="881321" >
ફિલ્મ ‘આર્ટિકલ 15’ લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના 10માં સંસ્કરણમાં વર્લ્ડ પ્રીમિયર માટે તૈયાર છે. આ ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા ઓપનિંગ નાઇટ ફિલ્મ હશે. ફિલ્મમાં ઇશા તલવાર, એમ નસાર, મામોજ પાહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા અને મોહમ્મદ જિશાન અયૂબ પણ જોવા મળશે.
‘આર્ટિકલ 15’ અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત અને બેનારસ મીડિયા વર્ક્સ અને ઝી સ્ટૂડિયો દ્વારા નિર્મિત ફિલ્મ દર્શકોને એક સામાજિક દ્રષ્ટિકોણના માધ્યમથી રાખવી સુનિશ્ચિત કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર