Home /News /entertainment /આયુષ્માન ખુરાનાએ મુંબઈમાં ખરીદ્યુ નવું ઘર, આ એપાર્ટમેન્ટની કિંમત જાણીને હોશ ઉડી જશે!

આયુષ્માન ખુરાનાએ મુંબઈમાં ખરીદ્યુ નવું ઘર, આ એપાર્ટમેન્ટની કિંમત જાણીને હોશ ઉડી જશે!

આયુષ્માન ખુરાનાએ મુંબઈમાં નવું ઘર ખરીદ્યુ (ફોટો ક્રેડિટ - : ayushmannk/Instagram)

Ayushmann Khurrana : આજે વાત કરીએ આયુષ્યમાન ખુરાના અંગત જીવન (Ayushmann Khurrana Personal life) વિશે. પ્રોફેશનલ મોરચે શાનદાર પ્રદર્શન કરનાર અભિનેતાએ નવા વર્ષમાં અંગત મોરચે પણ વિસ્ફોટ કર્યો છે.

આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) આજકાલ તેની ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી' (Chandigarh Kare Aashiqui) ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. પોતાની પસંદગી પ્રમાણે અલગ-અલગ જોનરની ફિલ્મો કરનાર આયુષ્માન આજે બોલિવૂડના સફળ અભિનેતાઓમાંનો એક ગણાય છે. આજે અમે ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક્ટિંગનો સિક્કો જમાવનાર આ પ્રખ્યાત અભિનેતાની ફિલ્મ વિશે વાત નથી કરી રહ્યા, આજે વાત કરીએ આયુષ્યમાન ખુરાના અંગત જીવન (Ayushmann Khurrana Personal life) વિશે. પ્રોફેશનલ મોરચે શાનદાર પ્રદર્શન કરનાર અભિનેતાએ નવા વર્ષમાં અંગત મોરચે પણ વિસ્ફોટ કર્યો છે.

37 વર્ષના આયુષ્માન ખુરાનાએ 19 કરોડનું ઘર ખરીદ્યું છે

આયુષ્માન ખુરાનાની સફળતા એ છે કે, 37 વર્ષની ઉંમરે અભિનેતાએ મુંબઈમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટમાં 4 કાર માટે પાર્કિંગની જગ્યા છે. આ એપાર્ટમેન્ટની કિંમત સાંભળીને તમે પણ દંગ રહી જશો. આયુષ્માન જે નવા મકાનમાં પત્ની તાહિરા કશ્યપ (Ayushmann Khurrana Wife Tahira Kashyap) અને બાળકો સાથે શિફ્ટ થવા જઈ રહ્યો છે તેની કિંમત 19 કરોડ (Ayushmann Khurrana New House) રૂપિયા છે. મની કંટ્રોલના અહેવાલ મુજબ, અભિનેતાએ મુંબઈના અંધેરી વેસ્ટ, લોખંડવાલા કોમ્પ્લેક્સમાં હાઉસિંગ કોમ્પ્લેક્સ 'વિન્ડો ગ્રાન્ડ રેસિડેન્સીસ'ના બિલ્ડિંગમાં 4,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ એપાર્ટમેન્ટ માટે 96.50 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી છે. આ એપાર્ટમેન્ટની ડીલ ગત વર્ષે 29 નવેમ્બરે થઈ હતી.

કેટરીના-વિકીનું ઘર આયુષ્માનની બિલ્ડિંગમાં છે

આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) સિવાય બોલિવૂડના નવજાત કપલ ​​કેટરીના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલે (Vicky Kaushal) પણ આ બિલ્ડિંગમાં ઘર લીધું છે. આ સાથે અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) પણ અહીં રહે છે. અર્જુન કપૂરે પણ 20 કરોડનો એપાર્ટમેન્ટ લીધો છે જેથી તે તેની પ્રેમિકા મલાઈકા અરોરાની નજીક રહી શકે.

આ પણ વાંચોસારા અલી ખાને નવાબી ઠાઠ છોડી ટ્રેક્ટર ચલાવ્યું, બકરીઓ ચરાવી, PICS માં દેખાઈ 'અતરંગી' સ્ટાઈલ

આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) ના વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિષેક કપૂરની ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી' તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વાણી કપૂર સાથે આયુષ્માનના અભિનયને દર્શકો તેમજ ફિલ્મ સમીક્ષકોએ વખાણ્યો છે. આ સિવાય અનુભવ સિન્હાની 'અનેક' અને 'ડૉક્ટર જી'માં જોવા મળશે.
First published:

Tags: Ayushmann Khurrana, Bollywood Latest News, Bollywood News in Gujarati

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો