ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ ફિલ્મ 'અંધાધુન' અને 'બધાઇ હો' બાદ આયુષ્માન ખુરાના હવે ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા 'આર્ટિકલ 15'માં પોલીસ અધિકારીનાં રોલમાં નજર આવશે. અનુભવ સિન્હાનાં ડિરેક્શનમાં આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. તે દમદાર કંટેન્ટની સાથે, હાલમાં જ રિલીઝ થયેલાં ટ્રેલરમાં આયુષ્માન ખુરાના ખુબજ હાલમાં જ ફિલ્મનાં એક્ટરે ન્યૂઝ 18 સાથે ખુલીને વાત કરી હતી. જેમાં તેણે ફિલ્મ અને પોતાનાં કેરેક્ટર અંગે જણાવ્યું હતું.
'આર્ટિકલ 15' જ કેમ? આ સવાલનો જવાબ આયુષ્માને કહ્યું કે, અમારા સમાજમાં સમાનતાની વાતો અને માંગણી તો છે પણ આપણે કદાચ માલૂમ નથી કે આપણો સંવિધાન પણ કહે છે કે દેશનાં તમામ નાગરિકને સમાનતાનો અધિકાર છે. જે 'આર્ટિકલ 15'નાં સ્વરૂપમાં હાજર છે. જેની ઉપર આ ફિલ્મ છે.
આયુષ્માને કહ્યું કે, તે પોતે આ પહેલાં આર્ટિકલ અંગે કંઇ નહોતો જાણતો. પણ જેમ જેમ તે આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને કિરદાર સમજતો ગયો તે ઘણો જ ભાવુક થઇ ગયો. વાતચીત દરમિયાન આયુષ્માને કહ્યું કે, ઘણી વખત તો એવું પણ થયુ છે કે હું રાતોની રાતો ઉંઘી શક્યો નથી.
" isDesktop="true" id="881577" >
ફિલ્મમાં આયુષ્માન ખુરાના ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા છે. જે પ્રત્યેક વ્યક્તિને સમાજમાં બદલાવની માંગ કરે છે. અને સાથે જ બધાને તે અંગે સમજવાની વાત પણ કરે છે. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'આર્ટિકલ 15'નાં ઇમોશનલ અને હાર્ડ હીટિંગ ટ્રેલરને કારાણે સામાજિક રૂપથી સંચાલિત કહાનીની સાથે દર્શકોને સ્પર્શી રહ્યાં ચે. આ ટ્રેલરનાં વખાણ થઇ રહ્યાં છે અને આ મુદ્દા અંગે લોકોનું ધ્યાન જગાવ્યું છે.
તો ફિલ્મમાં આયુષ્માન ઉપરાંત ઇશા તલવાર, એમ નસાર, મનોજ પાહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા અને મોહમ્મદ જીશાન અયૂબ પણ નજર આવશે. 'આર્ટિકલ 15' અનુભવ સિન્હા અને ઝી સ્ટૂડિયોઝ દ્વારા નિર્દેશિત અને નિર્મિત છે. અને 28 જૂનનાં તે રિલીઝ થશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર