એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક:હાલમાં જ રાષ્ટ્રીય એવોર્ડ જીતનારા આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મ 'અંધાધુન' માટે આયુષ્માનને આ એવોર્ડ મળ્યો છે. તેણે એક એવાં એક્ટર તરીકે ઓળખવામાં આવ્યો જેણે તેનાં કેરેક્ટર સાથે એક્સપેરિમેન્ટ કરવો પસંદ છે. વિક્કી ડોનરથી લઇને આર્ટિકલ 15 સુધીની આયુષ્માન ફિલ્મોની ચોઇસ અન્યથી બિલ્કુલ અલગ છે. અને આજ કારણ છે કે, તે દરેક કિરદારમાં નવો લાગે છે. હાલમાં આયુષ્માનની નવી ફિલ્મ 'ડ્રિમ ગર્લ' ચર્ચામાં છે.
આ 'ડ્રીમ ગર્લ'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. રિલીઝ થતાની સાથે જ તે ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયુ છે. ઘણું જ ફની ટ્રેલર છે. જેમાં આયુષ્માનનો અંદાજ જોઇ આપ હસવાનું રોકી નહીં શકો. આ ટ્રેલરને 4 અલગ અલગ શહેર મુંબઇ, જયપુર,ઇન્દોર, ચંદીગઢ અને અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું. આ ફિલ્મમાં આયુષ્માન એક ફિમેલ ફ્રેન્ડશિપ કોલ સેન્ટરમાં જોબ કરે છે. જેમાં તે એક માત્ર મેલ કર્મચારી હોય છે. ટ્રેલરમાં બતાવવામાં આવે છે કે, આયુષ્માન 'પૂજા' નામની યુવતી બનીને.. કોલર્સ સાથે વાત કરે છે. જે આ કોલસેન્ટરમાં સૌથી વધુ પસંદ થાય છે. બધા જ તેને પ્રેમ કરવા લાગે છે. અને આયુષ્માન તેમાં ફસાંઇ જાય છે.
" isDesktop="true" id="899494" >
ટ્રેલરમાં આયુષ્માન રામલીલામાં સીતાનો રોલ અદા કરતો નજર આવે છે. ટ્રેલરમાં #Metooનો ઉલ્લેખ પણ છે. આ ફિલ્મમાં અનુ કપૂર તેનાં પિતાનાં પાત્રમાં નજર આવે છે. આ ફિલ્મમાં અરબાઝ ખાન અને સોનુ કે ટીટૂ કી સ્વિટી ફેઇમ નુસરત ભરુચા લિડ રોલમાં છે. આ ફિલ્મ રાજ શાંડિલ્યાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 13 સ્પેટેમ્બર,2019નાં રોજ રિલીઝ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર