મુંબઇ : કોરોના વાયરસનાં કહેર વચ્ચે લોકો પોતાના પરિવાર અને ઘરમાં જ સમય વિતાવી રહ્યાં છે. બોલિવૂડ (Bollywood) સ્ટાર્સ પણ ઘરમાં અનેક ગેમ અને વિવિધ એક્ટિવિટી કરીને પોતાનો સમય વિતાવી રહ્યાં છે. લોકોનાં દિલો પર રાજ કરનારા આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) પત્ની તાહિરા કશ્યપની (Tahira Kashyap) સાથે હાલ ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે. બંન્ને સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે અને ફેન્સ માટે મજેદાર વીડિયો શેર કરીને લોકો સાથે કનેક્ટ રહેવાનો પ્રયત્ન કરે છે.
આયુષ્માન ખુરાના અને પત્ની તાહિરા કશ્યપે સાથે ટિક્ટોકની ટ્રેન્ડિંગ ગેમ પર વીડિયો બનાવ્યો છે. વ્હુ ઇઝ મોર લાઇકલી ટુ - આ ટિક્ટોકની ટ્રેન્ડિંગ ચેલેન્જ છે. આ ગેમમાં પૂછવામાં આવતા સવાલમાં જેને લાગુ પડતું હોય તેની તરફ આંગળી ચીંધવાની હોય છે. આ વીડિયોમાં બંન્નેનાં એક્સપ્રેશન જોવાની પણ ઘણી મઝા પડે છે.
1.44 મિનિટના વીડિયોમાં કપલે ઘણા બધા સવાલના જવાબ આપ્યા છે. તેમાં કોણ વધુ પૈસા કમાય છે? કોણે કિસ પહેલા કરી હતી? કોણ સારો ડ્રાઇવર છે? કોણ સ્માર્ટ છે? કોણ હાર્ડ વર્ક કરે છે? કોણ વધુ જિદ્દી છે? કોણ સારો કૂક છે? વગેરે જેવા ઘણા સવાલ હતા. તેમાં એક સવાલ એવો પણ હતો કે કોણ હંમેશાં સાચું હોય છે જેમાં બંનેએ પોતાના તરફ આંગળી ચીંધી હતી. આયુષ્માને આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, કોણ હંમેશાં સાચું હોય છે? આ સવાલોને લઈને અમે ઘણા કોન્ફિડન્ટ છીએ.