Home /News /entertainment /ડ્રીમ ગર્લ: 7 વર્ષ બાદ ફરી જોવા મળશે આયુષ્માન-અનુ કપૂરની જોડી

ડ્રીમ ગર્લ: 7 વર્ષ બાદ ફરી જોવા મળશે આયુષ્માન-અનુ કપૂરની જોડી

7 વર્ષ બાદ ફરી જોવા મળશે આયુષ્માન-અનુ કપૂરની જોડી

આ ફિલ્મની રીલિઝના સાત વર્ષ બાદ બન્ને કલાકારોની જોડી ફિલ્મ 'ડ્રીમ ગર્લ'માં ફરી જોવા મળશે

ન્યૂઝ18 ગુજરાતી: વર્ષ 2012માં ખૂબ જ યુનિક મુદ્દા પર ફિલ્મ 'વિક્કી ડોનર' બની હતી. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે અનુ કપૂરની જોડી જોવા મળી હતી. આ ફિલ્મ દર્શકોને પસંદ પડી હતી અને બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી હતી. વિક્કી અરોરાના રોલમાં આયુષ્માન ખુરાના હતો અને અનુ મલિક ડોક્ટર બલદેવ ચઢ્ઢાના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મની રીલિઝના સાત વર્ષ બાદ બન્ને કલાકારોની જોડી ફિલ્મ 'ડ્રીમ ગર્લ'માં ફરી જોવા મળશે. આયુષ્માન ખુરાનાએ આ અંગે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે.

આયુષ્માને ટ્વિટર પર અનુ સાથેની તસવીર શેર કરતાં લખ્યું, આજના દિવસે જ અમે વિક્કી ડોનરનું શૂટિંગ પૂરું કર્યું હતું અને સાત વર્ષ બાદ અમે ડ્રીમ ગર્લ મૂવીનું શૂટિંગ કરી રહ્યાં છીએ. આમાં અનુ કપૂર સર મારા પિતાનો રોલ પ્લે કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, વિક્કી ડોનરનું નિર્દેશન સુજીત સરકારે કર્યું હતું. ફિલ્મની કહાણી સ્પર્મ ડોનેશન અને ઇનફર્ટિલિટી સાથે જોડાયેલી હતી. મૂવીમાં આયુષ્માન સાથે યામી ગૌતમ જોવા મળી હતી. મૂવીને ઘણા એવોર્ડ્સ મળ્યા હતા અને તેલુગુમાં તેની રિમેક પણ બની હતી.

 આ પણ વાંચો: KBC 11: કરોડપતી શો શરૂ થતા પહેલાં રિલીઝ થયો તેનો બીજો પ્રોમો, જુઓ VIDEO

'ડ્રીમ ગર્લ'ની વાત કરીએ તો આનું નિર્દેશન રાજ શાંડિલ્ય કરી રહ્યાં છે. આયુષ્માન ખુરાના સાથે ફિલ્મમાં નુસરત બરૂચા નજરે પડશે. આ જોડી પહેલીવાર જોવા મળશે. ફિલ્મની રીલિઝ ડેટ 13 સપ્ટેમ્બર, 2019 છે.
First published:

Tags: Ayushmann Khurrana

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો