ટાલીયાની કહાની કહેતા ઘણું શીખવી જાય છે આયુષ્માનની 'બાલા'

'બાલા' એક મજેદાર ઍન્ટરટેઇનિંગ ફિલ્મ છે. જેમાં ખૂબજ મસાલો છે. કોમેડી ભરપૂર છે અને કંટેન્ટ પણ અદ્ભૂત છે.

News18 Gujarati
Updated: November 8, 2019, 10:54 AM IST
ટાલીયાની કહાની કહેતા ઘણું શીખવી જાય છે આયુષ્માનની 'બાલા'
'બાલા' એક મજેદાર ઍન્ટરટેઇનિંગ ફિલ્મ છે. જેમાં ખૂબજ મસાલો છે. કોમેડી ભરપૂર છે અને કંટેન્ટ પણ અદ્ભૂત છે.
News18 Gujarati
Updated: November 8, 2019, 10:54 AM IST
'બાલા' (Bala) જેવી ફિલ્મોએ કંટેન્ટ ડ્રિવન સિનેમા અને મસાલા ફિલ્મો વચ્ચેનો ભેદ સંપૂર્ણ રીતે હટાવી દીધો છે. 'બાલા' એક મજેદાર ઍન્ટરટેઇનિંગ ફિલ્મ છે. જેમાં ખૂબજ મસાલો છે. કોમેડી ભરપૂર છે અને કંટેન્ટ પણ અદ્ભૂત છે. ડિરેક્ટર અમર કૌશિક (Amar Kaushik)એ 'કાન્હેપુર' (કાનપુર)નાં સુરને સુંદર રીતે પકડ્યો છે.

મૂવી :  8 નવેમ્બર 2019
ડિરેક્ટર : અમર કૌશિક

મ્યૂઝિક: સચિન-જિગર
ઍક્ટર: આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર, યામી ગૌતમ, સૌરભ શુક્લા, જાવેદ જાફરી, અભિષેક બેનર્જી, સીમા ભાર્ગવ
ઝોનર : ડ્રામા/કોમેડી
Loading...

રેટિંગ : 4 સ્ટાર્સ

આયુષ્માન ખુરાના ગત બે વર્ષમાં સતત સુપરહિટ ફિલ્મો આપી ચુક્યો છે. દમદાર કન્ટેન્ટ અને શાનદાર હ્યૂમરનાં બાદશાહ બની ગયેલાં આયુષ્માન ખુરાનાએ આ શુક્રવારે પુરુષોમાં ટાલની સમસ્યા પર ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મનું નામ છે 'બાલા'. જી હાં, આ એક ટાલીયાની કહાની છે જેનું નામ બાલા છે. તેનાં સુંદર વાળને કારણે જ તેનું નામ 'બાલા' પાડવામાં આવ્યું હતું. આ છે ફિલ્મની પુષ્ટભૂમિ

કહાની- આ કહાની છે બાલામુકુંદ શુક્લા એટલે કે બાલા (આયુષ્માન ખુરાના)ની. જે તેનાં સિલ્કી અને શાઇની વાળને ખુબજ પ્રેમ કરે છે. સ્કૂલ ટાઇમથી જ તે કાનપુરનો શાહરૂખ ખાન છે. જેનાં પર સ્કૂલની છોકરીઓ મરતી હતી. પણ પછી એક એવો સમય આવે છે કે જ્યારે જવાનીમાં બાલાનાં 'વાળ' જવાનાં શરૂ કરે છે. અને અહીંથી શરૂ થાય છે. તેને ફરી મેળવવાની જંગ. પોતાનાં ખરતાં વાળને રોકવા અને નવાં વાળ ઉગાડવા માટે બાલા દુનિયાભરનાં નુસ્ખા અપનાવે છે. અને આ વચ્ચે પ્રેમ પણ કરી બેસે છે. વાળને પરત મેળવવાં બાલા છેલ્લે એક શઆનદાર નુસ્ખો અપનાવે છે અને પછી શરૂ થાય છે અસલી કહાની.



'ટાલીયાપણાં'ની સમસ્યાથી ઘણી આગળ છે  'બાલા''બાલા' ફક્ત ટાલીયાપણાંની કહાની નથી. 'ટાલીયાપણું' આ ફિલ્મનાં મુખ્ય કેરેક્ટર સાતે જ જોડાયેલું છે. આ ફિલ્મ તેનાંથી ઘણી આગળ છે. ફિલ્મ 2 કલાકમાં ઘણાં મુદ્દા આવરી લે છે. આ ફિલ્મને શાનદાર પેકેજમાં ડિરેક્ટર અમર કૌશિકે તૈયાર કરી છે. ગત વર્ષે 'સ્ત્રી' જેવી શાનદાર ફિલ્મથી બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે સફર શરૂ કરનાર અમર કૌશિકની 'બાલા'થી પણ બૉક્સ ઑફિસને ઘણી જ આશા હતી. અને તે આ આશા ખરી ઉતરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે.  આ ફિલ્મ તે તમામ લોકોને પોતાની સાથે જોડે છે જે ક્યારેકને ક્યારેક જીવનમાં તેમનાં લૂકને લઇને અને કમીઓને લઇને તાણા સાંભળી ચુક્યા છે. જ્યાં ઘણાં લોકો આ ટોણાની સાથે જીવવા લાગે છે તો કેટલાંક એવાં હોય છે જે સુંદર દેખાવવા માટે કંઇપણ કરી છૂટે છે.



પરફોર્મન્સ-ફિલ્મમાં સ્ટાર્સની પરફોર્મન્સની વાત કરીએ તો ફિલ્મનાં તમામ સ્ટાર્સનું પરફોર્મન્સ શાનદાર છે. જોકે ફિલ્મનો કોઇ દમદાર હિરો છે તો તે છે ફિલ્મનાં ડાયલોગ. જે ન ફક્ત સુંદર રીતે લખાયા છે પણ તેને અદા પણ એટલી જ સુંદર રીતે કરવામાં આવ્યાં છે. દરેક કિરદાર તેમનાં ડાયલોગ એટલી સુંદર રીતે બોલે છે કે તે તમને યાદ રહી જાય તેવા છે. 'બાલા' (Bala) જેવી ફિલ્મોએ કંટેન્ટ ડ્રિવન સિનેમા અને મસાલા ફિલ્મો વચ્ચેનો ભેદ સંપૂર્ણ રીતે હટાવી દીધો છે. બાલા એક મજેદાર એક્ટટેઇનિંગ ફિલ્મ છે. જેમાં ખૂબજ મસાલો છે. કોમેડી ભરપૂર છે અને કંટેન્ટ પણ અદ્ભૂત છે. ડિરેક્ટર અમર કૌશિક (Amar Kaushik)એ 'કાન્હેપુર' (કાનપુર)નાં સુરને સુંદર રીતે પકડ્યો છે.



ફિલ્મનાં ત્રણ મુખ્ય કિરદારની વાત કરીએ તો આયુષ્માન તેની કન્વિન્સિંગ એક્ટિંગ દર્શકોનું દિલ જીતી લે છે. તે તેનાં રોલમાં એટલો ડુબી જાય છે કે આપ તેની તકલીફ, દુખ દર્દ મહેસૂસ કરી શકશો. ભૂમિ તેનાં રોલમાં શાનદાર છે. તો યામી ગૌતમે તેનાં રોલને સુંદર રીતે અદા કર્યો છે. ત્રણેએ તેમનાં કિરદારને દિલથી અદા કર્યું છે. ખાસ કરીને ટિકટૉકની દુનિયામાં જીવનારી લખનઉની પરી (યામી)ને તેનાં પતિની અસલીયત માલૂમ થવા પર પંજાબીમાં 'હાયો રબ્બા' કહીને રડવા લાગે છે.

મ્યૂઝિક-ફિલ્મનું બેકગ્રઉન્ડ મ્યૂઝિક પણ સુદંર છે. ખાસ કરીને જ્યારે વાળ પર વિગ લગાવતા જે મ્યૂઝિક વાગે છે તે મજેદાર છે અને ફિલ્મનાં ગીતો પણ દર્શકોને ગમે તેવા છે.

આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ પણ બૉક્સ ઑફિસ પર સિક્સ મારે અને કરોડોની કમાણી કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ ફિલ્મને મારા તરફથી 4 સ્ટાર્સ
First published: November 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...